રાજ્યમાં વાતાવરણમાં પલટો : કોરોના બાદ વધુ એક નવી મુસીબત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 26-3 કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જુવો ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે. પરંતુ એ વચ્ચે ગુજરાત માથે બીજુ સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદરૂપી આફત આવવાની તૈયારી છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે.   ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 26 થી 28 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ એવી પણ શક્યતા છે. 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આમ કોરોના, હંતા બાદ હવે વરસાદથી પણ સંકટ ઘેરાઈ શકે છે જેના માટે પણ તૈયાર રહેવું જોઈશે

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા વૈશ્વિક યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો. અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70