મોરબીના યુવાનમાં કોરોનાના લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં રખાયો: આવતી કાલે રિપોર્ટ આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-3, કોરોના વાઇરસનો હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ સામે આવ્યો નથી. આ દરમિયાન મોરબીમાં એક 25 વર્ષનો યુવાન વીએતનામથી બે દિવસ પૂર્વે જ પરત આવ્યો હતો. સરકારના આદેશ મુજબ વિદેશથી પરત ફરતા તમામ લોકોની એરપોર્ટ પર આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. સાથોસાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સતત 14 દિવસ ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. ઓબ્ઝર્વેશન દરમિયાન આ યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેથી આરોગ્ય અધિકારીની સુચના મુજબ તુરંત જ યુવાનને સીવીલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ યુવાનને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેના જરૂરી રિપોર્ટ કરીને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે આ રિપોર્ટ આવતીકાલે જિલ્લા આરોગ્ય તંત્રને મળવાના છે. જો આ રિપોર્ટ પોઝીટીવ આવે તો હવે કોરોનાનો મોરબી શહેરથી ગુજરાતમાં પ્રથમ કેસ બનશે