YES બેંકના આ ગ્રાહકો પર RBIના પ્રતિબંધની “NO” અસર બસ અમુક શરતોનું પાલન કરવું પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 6-3, આગામી એક મહિના સુધી યસ બેંકમાંથી કોઈ પણ ખાતાધારક (Yes Ban Account Holder) 50 હજારથી વધારે પૈસા નહીં (Cash Withdrawal Limit) ઉપાડી શકે. આરબીઆઈ (Reserve Bank of India)નો આ પ્રતિબંધ આગામી ત્રીજી એપ્રિલ 2020 સુધી લાગૂ રહેશે.   સાથે જ આરબીઆઈએ બેંકના ખાતેદારોને એ વાતની ખાતરી આપી છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે તેમાં તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. આ માટે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેન્કિંગ નિયમોને આધિન આગામી થોડા દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.   કેન્દ્ર સરકાર સાથે વિચારણા કર્યા બાદ RBIએ બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ભંગ કરી દીધું છે. સાથે જ આગામી 30 દિવસ સુધી બેંકની કમાન SBIના પૂર્વ CFO પ્રશાંત કુમારને સોંપી દીધી છે. આરબીઆઈએ કહ્યું છે કે યસ બેંકની નાણાકીય સ્થિતિ ખૂબ ખરાબ છે.   નોટિફિકેશનમાં આપવામાં આવેલા જાણકારી પ્રમાણે અમુક ખાસ પરિસ્થિતિમાં ખાતાધારકો પોતાના ખાતામાંથી 50 હજારથી વધારેની રકમ ઉપાડી શકશે. તો જાણીએ કઈ કઈ સ્થિતિમાં 50 હજારથી વધારે રકમ ઉપાડી શકાશે.   1. જો ખાતાધારક અથવા તેના આશ્રિત વ્યક્તિ માટે મેડિકલ ખર્ચ કરવાનો હોય. 2. ખાતાધારક અથવા તેના આશ્રિતે વિદેશમાં જઈને અભ્યાસ કરવો હોય. 3. ખાતાધારક અથવા તેના બાળકો કે આશ્રિતમાંથી કોઈ વ્યક્તિના લગ્ન હોય. આવા કેસમાં ખાતાધરક 50 હજારથી વધારેની રોકડ રકમ ઉપાડી શકશે.  

નાણાકીય સંકટનો સામનો કરી રહી છે યસ બેંક  

યસ બેંક આશરે 15 વર્ષ પહેલા શરૂ થઈ હતી. હાલમાં યસ બેંક બેવડા મારનો સામનો કરી રહી છે. એક બાજુ બેંકનું દેવું વધી રહ્યું છે, બીજી તરફ તેના શેરની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બેંકની હાલતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે 15 મહિનામાં રોકાણકારોએ 90 ટકાનું નુકસાન સહન કરવું પડ્યું છે. સપ્ટેમ્બર 2018માં યસ બેંકનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 90 હજાર કરોડ હતું, જે હાલ ઘટીને નવ હજાર કરોડ થઈ ગયું છે.