મોરબી: આયુર્વેદિક જીવનશૈલી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા વિનામૂલ્યે ૨૦૨૩ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવામાં આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17, આયુર્વેદિક જીવનશૈલી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા તા. 16-2, રવિવારે મોરબીમાં વિનામૂલ્યે ૧૫ મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો.જેમા ૨૦૨૩ બાળકોને આ આયુર્વેદિક ટીપા પીવડાવામાં આવ્યા. ટીપા પીવડાવ્યા બાદ બાળકો ખુશ રહે તે માટે દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. કેમ્પના આયોજક રાજ પરમારના જણાવ્યા મુજબ આ કેમ્પમાં ડો.નિલેશભાઈ પરમાર,નિલાબેન સિધ્ધપુરા,યુવા આર્મી ગ્રુપના હિતેશભાઈ કંજારીયા, દિવ્યેશભાઈ મહેતા,રવિભાઈ ગૌસ્વામી,લતાબેન પનારા,કૃણાલભાઈ ધામેચા,અશોકભાઈ મહેતા,જીતેન્દ્રભાઈ ઠકકર,વિનોદભાઇ વારા તથા રાજ પરમારના પુરા પરિવારે સેવા આપી.
લાઈવસિટી સીરામીક,અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઈટો, સિમ્પલોન સીરામીક,સોરઠીયા લુહાર મોરબી તથા અન્યના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો હતો.