1 જાન્યુઆરીથી સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરાશે

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 23-11, રાજ્યના સરકારી સ્કૂલના શિક્ષકો માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મોટા સમાચાર આપીને તેમના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી એક મોટા સમાચાર મળ્યા છે. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની વહીવટી કામગીરી છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જેથી નવા વર્ષે એટલે કે આગામી 1લી જાન્યુઆરી, 2020થી રાજ્યની તમામ સ્કૂલોના શિક્ષકોનો પગાર પણ ઓનલાઇન કરવામાં આવશે. આમા આગામી સમયમાં તમામ કામગીરી ઓનલાઇન થતા સ્કૂલના મુખ્ય શિક્ષકનું ભારણ ઓછું થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, 1 જાન્યુઆરીથી રાજ્યની તમામ સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરવામાં આવશે તેવી વાટાઘાટો ચાલી રહી છે. રાજ્ય સરકારનું હાલ આ બાબતે વહીવટી કામ ઓનલાઈન કરવાની પ્રક્રિયા છેલ્લા ચરણમાં હોય તેવી માહિતી મળી રહી છે.

જો રાજ્ય સરકાર સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરી દેશે તો મુખ્ય શિક્ષકનું ભારણ ઓછું થતા શૈક્ષણિક કાર્ય પૂરજોશમાં ચાલી શકશે. અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની સકારાત્મક અસરો જોવા મળશે.

સરકાર સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરવા માટે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ઉભો કરાયો છે, આ કંટ્રોલરૂમમાં રાજ્યના શિક્ષકોની વિગતો એકત્ર કરવામાં આવશે. આ સાથે શિક્ષકોની સર્વિસ બુક પણ ઓનલાઈન કરવામાં આવશે

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો