મોરબી: “મહા”વાવાઝોડાની આગાહી નિમિતે તાકીદે લોખંડના પતરા વાળા ટેન્ટ હટાવવા જરૂરી

વાવાઝોડાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે શનાળા રોડ ઉપર ગરમ કપડાના વેપારીઓ દ્વારા હંગામી ધોરણે લોખંડના પતરા વાળા ટેન્ટ ઉભા કરાઈ રહ્યા છે જો વાવાઝોડાની સ્થિતિ આવે તો આવા ટેન્ટ ભારે ખતરનાક સાબિત થઇ શકે છે

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 06-11, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર જયારે “મહા” વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પ્રસાશને આ ખતરાને પહોંચી વળવા માટે તકેદારીના પગલાંરૂપે મોરબીના મુખ્ય રોડ પર, હંગામી ધંધાદારીઓ દ્વારા બિલાડીના ટોપની જેમ લોખંડના પતરાથી બંધાયેલા ટેન્ટ ઉભા કરી કરી રહ્યા છે.

ત્યારે “મહા” વાવાઝોડાની આગાહીથી તંત્રએ તકેદારીના પગલાંરૂપે તાકીદે આ વેપારીઓને જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહિ ત્યાં સુધી લોખંડના પતરા વાળા ટેન્ટ ઉભા કરતા અટકાવવા જોઈએ કારણ કે આ વાવાઝોડાની આગાહી અતિ ભયંકર હોવાથી આ પતરાઓ ઉડીને અન્ય રાહદારીઓની જાન જોખમમાં મુકાય તેવી પુરેપુરી શક્યતા છે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો