મોરબી કોંગ્રેસ દ્વારા ટ્રાફિકના કાળા કાયદાનો વિરોધ કરવા વિરોધ પ્રદર્શન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-9, મોરબી,  ટ્રાફિકના આકરા દંડની જોગવાઈ વાળા  નવા ટ્રાફિકના કાયદાનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ટ્રાફિકના કાળા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક ખાતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું અને નવા ટ્રાફિકના કાયદાને કાળા કાયદા ગણાવીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ચક્કાજામ કરીને પ્રજા ઉપર ખોટી રીતે ટ્રાફિકના આકરા દંડની જોગવાઈ લાદીને હેરાનગતિ કરનાર સરકારના નામના મરસિયા ગાઈને છાજીયા લીધા હતા. બાદમાં પોલીસે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના કોંગ્રેસના 35 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.