મોરબી: જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા મચ્છરદાનીનું વિતરણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 5-9,  મેલેરિયા અટકાયતી પગલાના ભાગરૂપે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન ૨૦૨૨ અંતર્ગત મોરબી જીલ્લામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ૩૬,૦૦૦ મચ્છરદાની વિતરણ કાર્યક્રમનો આરોગ્ય વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે

        ચાલુ વર્ષે સરકાર દ્વારા મોરબી જિલ્લાને ૩૬,૦૦૦ મચ્છરદાની ફાળવેલ છે જેના વિતરણનો શુભારંભ રાજ્યકક્ષાના નાયબ નિયામક એપેડેમીક શાખા ગાંધીનગર તથા મોરબી અને રાજકોટ જીલ્લાના લાઈઝન અધિકારી ડો. દિનકર રાવલ દ્વારા હળવદ ખાતેથી કરવામાં આવ્યો છે તેમજ ગ્રામ્ય કક્ષાએ વાંકાનેરના ચંદ્રપુર ગામે ધારાસભ્ય પીરજાદાના હસ્તે તેમજ ટંકારા ખાતે ધારાસભ્ય લલીતભાઈ કગથરાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું

        મોરબી જિલ્લામાં અંદાજીત ૧૦,૦૦૦ સગર્ભા બહેનો છે અને તેમને મચ્છરદાની વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મેલેરિયા અસરગ્રસ્ત ૨૮ ગામોની ૪૨૧૫૨ વસ્તીને મચ્છરદાની વિતરણમાં આવરી લેવાશે મચ્છરદાનીની નિયમિત ઉપયોગ કરવા અને મેલેરિયાથી બચવા મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી એલ વારેવરીયાએ લાભાર્થીઓને અપીલ કરી છે