મોરબી: મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમના દિવસે હજારો બહેનોએ સ્નાન કરી પ્રસાદનો લાભ પ્રાપ્ત કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 3-9, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં બહેનોએ સ્નાન કરી મહા પ્રસાદનો લાભ મેળવેલ હતો. 

રામધન આશ્રમે ફરાળ, ચા-નાસ્તા, સહિતની વ્યવસ્થા કરાઈ હતી. અને મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ, ભજન-ભોજન અને સ્નાનનો લાભ પ્રાપ્ત કરેલ હતો. તેમજ ભાદરવા સુદ 11 ના રોજ નેજા ઉત્સવ યજ્ઞ, સાંજે મહાપ્રસાદ પાટ તેમજ ભજન યોજાશે તો સૌ ભાવિકજનોને પધારવા મુકેશ ભગતની અખબારી યાદીમાં જણાવાયું છે. (અહેવાલ-જયદેવ બુધ્ધભટ્ટી)