મોરબી: સ્વછતા અભિયાન ટીમ દ્વારા 5 કલાકના સખત પ્રરિશ્રમથી વાવડીરોડ ચોખ્ખું ચણાંક થયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવાની નેમ સાથે શરૂ થયેલું સ્વચ્છતા અભિયાન વેંગવંતુ બન્યું છે. જેમાં રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા વાવડી રોડ આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાનની ટીમના 70થી વધુ સભ્યોએ જોડાઈને સઘન સફાઈ કરી 5 ટ્રેકટર કચરાનો નિકાલ કર્યો હતો.

મોરબીને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે  તબીબો તથા ઉધોગકારો, વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિતના જાગૃત નાગરિકો મોરબીમાં દર રવિવારે નિયમિત રીતે સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે. ઉદાસીન રહેતા પાલિકા તંત્રએ પણ સહકાર આપવાનું શરૂ કર્યું છે. આ સ્વચ્છતા અભિયાનના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી લોકોમાં હવે ધીરેધીરે જાગૃતિ આવી રહી છે. આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા દર ગઈ કાલે રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ અભિયાનની ટીમના 70થી વધુ લોકો પાવડા,તગારા અને સાવરણા લઈને કલાકો સુધી શ્રમયજ્ઞ ચલાવીને 5 ટ્રેકટર ભરાય તેટલો કચરાનો નિકાલ કરીને આ વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખ્યો હતો “દિવ્યક્રાંતિ” મીડિયા આ સ્વછતા અભિયાન સાથે જોડાયેલા સૌ કોઈને તેમના ઉત્તમ કાર્ય બદલ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવે છે. 

…………………………………. Advertisements ………………………………..