મોરબી: વાઇબ્રન્ટ દાંડિયા ક્લાસીસની 5મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી શહેરમાં દાંડિયા કલાસીસમાં ખુબ જાણીતું નામ એવું “વાઈબ્રન્ટ દાંડિયા ક્લાસીસ”ની 5મી એનિવર્સરીની ખુબ શાનદાર ઉજવણી કરાઈ હતી. વાઇબ્રન્ટ દાંડિયાના સંચાલક ભાસ્કરભાઈ પૈજા દ્વારા કેક કાપી સૌ યંગસ્ટર્સને મીઠું મોઢું કરાવી 5મી વર્ષ ગાંઠ ઉજવી હતી. આતશબાજી અને ડીજેના તાલ સાથે વાઇબ્રન્ટ પરિવારના સૌ મિત્રોએ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવી 5 મી વર્ષગાંઠને યાદગાર બનાવવા બદલ ભાસ્કરભાઈ પૈજાએ સૌ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો  હતો. (અહેવાલ – જયદેવ બુધ્ધભટ્ટી)

 

 

…………………………………. Advertisements ………………………………..