મોરબી: અષાઢી બીજની રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી : મોરબી શહેરમાં દર વર્ષે ભરવાડ અને રબારી સમાજ વર્ષોથી અષાઢી બીજના પર્વને મચ્છુ માતાના પ્રાગટય દિવસ તરીકે ઉજવણી કરે છે અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ અષાઢી બીજે મચ્છુ  માતાના  પ્રાગટય દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગ રૂપે મચ્છુ માતાની રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે આજે રથયાત્રાના રૂટનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું.એ ડિવિઝન પોલીસ સ્ટાફે મચ્છુ માતાની રથયાત્રાના પ્રસ્થાન સ્થળ મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાની જગ્યા સહિતના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………