વાયુ વાવાઝોડાની અસર શરુ : અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ

સોમનાથ  મંદિરે ધૂળની ડમરીથી ઘેરાયું : વાયુ વાવાઝોડાની અસર 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) વાયુ વાવાઝોડાની અસર શરુ  થઇ ચુકી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈ પાસેથી પસાર થઈ રહેલા વાવાઝોડાની અસર મુંબઈમાં પણ વર્તાઈ રહી છે. મુંબઈમાં પણ પવનની ગતિ વધી છે, ત્યારે ગુજરાતમાં તો તોફાન પહેલા જાણે કાળ ત્રાટકી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સર્જાયો ભયાનક માહોલ

વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થવાનું છે. ત્યારે વેરાવળમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. વેરાવળમાં જબરજસ્ત ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ધૂળની આંધી આવી રહી છે અને વરસાદી છાંટા પણ શરૂ થઈ ચૂક્યા છે. પવન એટલો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

સોમનાથ મંદિરમાં આવી છે સ્થિતિ

વાયુ વાવાઝોડાના કોપથી ભગવાન સોમનાથનું મંદિર પણ નથી બચી શક્યું. સોમનાથ મંદિરમાં પણ ભયાવહ માહોલ છવાયો છે.

જુઓ વીડિયો

માંડ માંડ દેખાઈ રહ્યું છે મંદિર

વીડિયોમાં દેખાય છે કે સોમનાથમાં જબરજસ્ત વાદળો છવાયેલા છે. કાળા ડિબાંગ વાદળોના કારણે વાતાવરણ ભયાનક બન્યું છે. તો પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનનો અવાજ પણ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે. પવનની સાથે સાથે એટલી ધૂળ ઉઢી રહી છે કે પરિસરમાંથી જ મંદિર માંડ માંડ દેખાઈ રહ્યું છે.

જયારે મોરબીમાં, જામનગરના ધ્રોલ, જોડિયા સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.