રાજકોટ: મવડી રોડ પર જ્વેલર્સમાં BIS હોલમાર્કના ચેકીંગના સુવણકારોમાં ઘેરા પ્રત્યાઘાત

હોલમાર્ક કાયદા વિરુદ્ધ કાર્યવાહી થયાનો આરોપ : માલ જપ્ત કરવા સામે સુવર્ણકારોમાં ભારે રોષ

(હિતેન સોની દ્વારા) રાજકોટ શહેરના મવડી રોડ વિસ્તારમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા હોલમાર્ક જ્વેલેરી અંગે ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેના સુવર્ણકારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આ બાબતની જાણ આગેવાનોને થતા હોલમાર્ક કાયદાની વિસંગતતા અંગે રજૂઆત કરી હતી.

મવડી રોડ પર આવેલ અંબિકા જવેલર્સ, શ્રી હરિ જેવેલર્સ અને પાલા જ્વેલર્સમા BISના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરાયું હતુ. જેમાં હોલમાર્કનું લાઇસન્સ નહિ હોવા છતાં હોલમાર્ક દાગીના વેચતા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી.અને હોલમાર્ક દાગીના સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી

સુવર્ણકારોમાં BISની કાર્યવાહીના ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા. હોલમાર્ક કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાનો આરોપ કરાયો હતો. કાયદા વિરુદ્ધ માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

એક તબક્કે સોનીઓની તમામ દુકાન બંધ કરવાપણ આહવન થયું હતું

સુવર્ણકારોના કહેવા પ્રમાણે શહેરમાં સંખ્યાબંધ જ્વેલર્સ છે ત્યારે ઓછું ટર્નઓવર ધરાવતા અને GST નંબરનહિ હોવાથી હોલમાર્કનું લાયસન્સ નીકળતું નથી આ સંજોગોમાં હોલમાર્ક સેન્ટરમાં જ હોલમાર્ક લાયસન્સધારકને હોલમાર્ક કાઢી અપાય છે. તેની ચોકસાઈ કરવાની જરૂર છે

આ અંગેના ધારાધોરણોની અમલવારી માટે સરળીકરણ થવું જોઈએ તેવી સુવર્ણકારોમાં માંગ ઉઠી છે.