બાલંભા :મામલતદારે ધમકી આપી ગૌશાળા બંધ કરાવી !! કાતિલ ઠંડીના કારણે સાત ગૌ વંશના કરુંણ મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 7/૨, જામનગર જિલ્લાનાં જોડિયા તાલુકાના બાલંભા ગામે ઘણાં સમયથી અમર જ્યોત ગૌશાળા કાર્યરત છે,આ ગૌશાળાની જમીન ક્ષત્રિય અગ્રણીએ દાનમાં અપેલછે.
આ જમીનની પુરી તપાસ કર્યા વગર જોડિયાના મામલતદારે જમીન ખાલસા કરેલ હોવાના બહાના હેઠળ ગૌશાળાને બંધ કરી 48 કલાકમાં ગૌશાળા પર જેસીબી ફેરવી નાખવાની મૌખિક ધમકી આપવાથી જે નિરાધાર,અપંગ અને વૃધ્ધ ગાયોના ઠંડીથી આશ્રય માટે બંધાતી છાપરીનું બાંધ કામ બંધ કરવામાં આવેલ હતું જેના કારણે ચાર વાછરડા અને ત્રણ ગાયોના મોત થયેલ હતાં, સમગ્ર ઘટના બહાર આવતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયેલછે.
ગુજરાત સરકાર જ્યારે ગૌવંશને બચાવવા નવા કાયદાઓ લાવેલછે,તેમજ ગૌસેવા આયોગ વિભાગો ધરાવેછે ત્યારે મહેસૂલખાતાના અધિકારી મનસ્વી રીતે કાયદાનું અર્થઘટન કરી આડકતરી રીતે ગાયોને મારી નાખવાનું પાપ કરેલ છે,બાલંભા ખાતે હજારો એકર સરકારી ખરાબાની અને ગૌચરની જમીન પર દબાણ થાયેલાછે તેને દૂર કરવાને બદલે ગૌશાળાની જમીન ખાલી કરી આપવા ની મૌખિક ધમકી ભ્રષ્ટ કાર્યવાહીનો પુરાવોછે.