રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા બે સ્થળે કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા

ક્ષત્રિય સમાજના આંદોલને રાજ્યમાં ઉગ્ર રૂૂપ ધારણ કર્યું છે. રૂૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માગી લીધા બાદ પણ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.જોકે, હજુ સુધી ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર રૂૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ 2ની શરૂૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ કહ્યું કે, પરતોત્તમ રૂૂપાલાને ટીકીટ પરત ખેંચી લેવા અમે સમય આપ્યો હતો. પરંતુ રૂૂપાલા ચૂંટણી લડવાના છે તે હવે ફાઇનલ થઈ ગયું છે. હવે અમારું આ ધર્મયુદ્ધ શરૂૂ થયું છે.આજે એ.જી. ચોક અને રેલનગરમાં કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં 18 વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે. દરેક તાલુકા અને વોર્ડ પ્રમાણે પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે.

તો બીજી તરફ, રાજકોટમાં મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેસી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં વોર્ડ વાઈઝ કાર્યાલયનો શુભારંભ કરાયો છે.