ભારતથી દુશ્મની લેનાર મુઈજજુનું સિંહાસન ડામાડોળ: માલદીવના રાજકારણમાં નવા જૂનીના એંધાણ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારત વિરોધી તેની નીતિઓ અને નિવેદનોના કારણે તેઓ વિપક્ષના નિશાનો પર આવી ગયા છે. માલદીવના મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપીએ રાષ્ટ્રપતિ મુઈજ્જુના વિરોધમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા સહમત થઈ ગયા છે. મુખ્ય વિપક્ષી એમડીપીની પાસે સંસદમાં બહુમત છે. એક રિપોર્ટ મુજબ વિપક્ષએ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ પર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરીને જરૂરી હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે

મહાભિયોગનો પ્રસ્તાવ !

એમડીપીના એક સભ્યએ સોમવારે બપોરે ‘ધ સન’ને આ જાણકારી આપી હતી. માલદીવમાં 2 પ્રમુખ વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ મુઈજ્જૂને ભારત વિરોધી નીતિનો વિરોધ કર્યો છે. માલદીવ ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રૈટ્સે કહ્યું કે, ભારત સૌથી વધારે સમયથી અમારો સહોયગી રહ્યો છે. એવામાં કોઈ દેશ સાથે કિનારો બનાવી લેવા વિકાસ માટે સારી બાબત નથી

અલી અઝીમે શું કહ્યું ?

એમડીપીના અધ્યક્ષ ફૈયાઝ ઈસ્માઈલ, માલદીવ સંસદના ડેપ્યુટી સ્પીકર અહેમદ સલીમ, ડેમોક્રેટ પાર્ટીના મુખ્ય સાંસદ હસન લતીફ અને સંસદીય જૂથના નેતા અલી અઝીમે કહ્યું કે, દેશની સરકારે લોકોના લાભ અને વિકાસ માટે તમામ ભાગીદારો સાથે મળીને કામ કરવાની જરૂર છે, એવું હંમેશા થતુ આવ્યું છે.

માલદીવનું રાજકારણ ગરમાયું

‘ધ સન’એ માલદીવના ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ‘અધાહાધુ’ની માહિતી આધાને લખ્યું છે કે, એમડીપી અને ડેમોક્રેટ્સ બંનેના પ્રતિનિધિઓ સહિત કુલ 34 સભ્યોએ રાષ્ટ્રપતિ મુઈઝુના મહાભિયોગના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હંગામાને કારણે રવિવારે માલદીવની સંસદમાં આ પ્રસ્તાવ લાવી શકાયો ન હતો. માલદીવની સંસદમાં MDP અને ડેમોક્રેટ્સના સાંસદો પાસે 87માંથી 55 બેઠકો છે.