આખરે શું છે ‘મોયે-મોયે’નો અર્થ? જાણો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ ગીતનો મતલબ

સોશિયલ મીડિયા પર હાલ મોયે મોયે ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણી રીલ્સમાં તમે આ શબ્દ વિશે સાંભળ્યું હશે. પરંતુ, શું તમે તેનો અર્થ જાણો છો?

સોશિયલ મીડિયા પર હાલ લોકો ખૂબ જ રીલ બનાવી રહ્યા છે. લોકો એક પછી એક રીલ જોવામાં કલાકો કેવી રીતે વિતાવે છે તે સમજવું મુશ્કેલ છે. રીલ્સમાં પણ એક ટ્રેન્ડ છે. જે પણ ટ્રેન્ડમાં છે, તેના પર રીલ્સ બનાવવામાં આવે છે અને તેને લાખો વખત જોવામાં આવે છે. જો આપણે વર્તમાન સોશિયલ મીડિયા ટ્રેન્ડ વિશે વાત કરીએ, તો હાલ માર્કેટમાં મોયે મોયે ચાલી રહ્યું છે.

તમે મોયે મોયે ટ્રેન્ડની રીલ ઘણી વખત જોઈ હશે. જો આપણે તેના મૂળ વિડિયો વિશે વાત કરીએ તો મૂળ ગીતમાં તે ‘યે મોયે મોરે’ છે. પરંતુ ભારતમાં તેને રીલ્સમાં મોયે મોયે કહેવામાં આવે છે. રીલ્સમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું આ ગીત ખરેખર સર્બિયાનું છે. આ ગીતના મોયે મોયે ભાગનો રીલ્સમાં ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે પણ આ ગીતની રીલ ઘણી વાર જોઈ હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો અર્થ શું છે? Moye Moye Means ‘my nightmares’ મોયે મોયે નો મતલબ થાય છે ‘મારો ખરાબ અનુભવ’

કરી રહ્યું છે ટ્રેન્ડ

સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક, તમે જ્યાં જુઓ ત્યાં તમને મોયે મોયે ટ્રેન્ડની રીલ્સ જોવા મળશે. મળતી માહિતી મુજબ, આ ગીત સર્બિયન ગીત પરથી લેવામાં આવ્યું છે. હાલમાં આ ગીતનો ઉપયોગ ઘણી રીલ્સમાં થઈ રહ્યો છે. હકીકતમાં ગીતનું શીર્ષક ડેઝનમ છે. તે સર્બિયન ગાયિકા તેયા ડોરા દ્વારા ગાવામાં આવ્યું છે. તેના વાસ્તવિક ગીતને યુટ્યુબ પર પાંચ કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. હવે તેનો ઉપયોગ ઘણી રીલ્સમાં થઈ રહ્યો છે.