કોરોના વેક્સીનના ભાવ ઘટ્યા, 600ને બદલે 225માં થશે ઉપલબ્ધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2022

COVISHIELD વેક્સીનના ભાવ ઘટીને હવે અડધા થઇ ગયા છે. સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાનું કહેવું છે કે સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ ખાનગી હોસ્પિટલો માટે કોવિશીલ્ડ વેક્સીનના ભાવ 600 રૂપિયાથી ઘટાડીને હવે માત્ર 225 રૂપિયા કરી દીધા છે.

અદાર પુનાવાલાએ કહ્યું છે કે અમને જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી SIIએ ખાનગી હોસ્પિટલો માટે COVISHIELD વેક્સીનની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે 18+ વયજૂથ માટે પ્રીકોશન ડોઝ ખોલવાના સરકારના નિર્ણયની સરાહના કરીએ છીએ.

મોટા પ્રમાણમાં જનતાના હિતમાં સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે બુસ્ટર ડોઝ માટે પોતાની રસીના ડોઝની કિંમત ઘટાડીને જીએસટી સાથે 220 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે Covisheild, Covaxin અને Covovaxને 220 રૂપિયામાં વેક્સીન કેન્દ્રો અને હોસ્પિટલોમાં જીએસટી સાથે ખરીદી શકાશે.