મોરબીમાં રૂા.૧૯.૨૮ કરોડનાં ખર્ચે મચ્છુ-૨ ડેમ પર ૫ વર્ષ મરામત-નિભાવણી સહિતના કામ મંજુર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2022

મોરબીમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રજાજનોની પાયાની જરૂરીયાતને લક્ષમાં લઇ, સરકારનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ પર(બાવન) ગામો તથા પરા વિસ્તારમાં જુદી જુદી ક્ષમતાના વિલેજ લેવલ સમ્પ, કનેક્ટીંગ પાઇપલાઇન તથા પમ્પહાઉસ-મશીનરીનાં કામો માટેના રૂ ૧૯,૨૮,૫૪,૧૮૬ ના ડી ટી પી કામોને મંજુરી આપવામાં આવી છે

આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના 33 અને માળીયાનાં ૨૭ ગામોએ ૫૦ હજારથી ૪ લાખથી વધુની ક્ષમતાના પાણીનાં વધારાના સ્ટોરેજ ઉપરાંત ગ્રેવીટી તથા રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ૨ એમએલડી ક્ષમતાનો ક્લીયર વોટર ભૂગર્ભ સંપ, પમ્પહાઉસ, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઇન્ટર્નલ રોડ, રીપ્લેસીંગ એરવાલ્વ/રાઇઝર, લાઇટ એરેન્જમેન્ટ, ફ્લોમીટર, પમ્પીગ મશીનરી વિગેરે કામગીરીનાં સમાવેશ થકી પ્રજાજનોની મુખ્યત્વે જરૂરીયાત પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થશે