ગુજરાતીઓની ઉદારતા એ ભારતની વિશેષતા બની રહી છે : રામનાથ કોવિંદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2022

દેશની શતાબ્દી પર્વમાં ભાવિ પેઢી ગર્વ કરે તેવા કર્તવ્ય કરવાની અપીલ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કરી છે. આજે ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોને સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનથ કોવિદે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના મંદિરમાં આવીને ઘણી પ્રસન્નતા થઈ છે કારણકે ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય છે.

આ તબક્કે તેમણે કહ્યું હતું કે સંઘર્ષને ગુજરાતના લોકોએ ઘણો મજબૂત બનાવ્યો છે ત્યારે દેશના બન્યા બાદ બાપૂની ધરતી પર આવવાના અવસર મળ્યો હોવાનો એકરાર કર્યો હતો આ વેળા તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતના બારડોલી સત્યાગ્રહે જન આંદોલનને નવું રૂપ આપ્યું એટલું જ નહીં ગાંધી બાપુએ શરૂ કરેલા મીઠાના આંદોલને પણ આઝાદીના આંદોલનને વેગ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

ઉપરાંત તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત પોતાના વિચારોમાં જણાવ્યું હતું કે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા છે પરંતુ ગુજરાત વાસીઓમાં સરદાર પટેલ માટે અનેક ઊંચું સ્થાન હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ રાષ્ટ્રપતિએ નરસિંહ મહેતાને યાદ કર્યા હતા અને તેમણે લખેલા વૈષ્ણવજન ભજન આઝાદીનું ભજન બની ગયું હોવાનો સ્વીકાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે ગુજરાતીઓની ઉદારતા ભારતની વિશેષતા રહી છે ત્યારે સરદાર ગાંધી ના આ ગુજરાતમા વિવિધતામાં એકતાના દર્શન થતા હોવાનો સ્વીકાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉમાશંકર જોશીની કવિતાની પંક્તિઓ પણ ગૃહમાં સંભળાવી હતી.

આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પાટલી થપથપાવીને પંક્તિઓને વધાવી હતી . આ ઉપરાંત તેમણે પોતાના પ્રવચનમાં જૈન ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ગિરનાર વડનગર અને સાબરમતી આશ્રમ સહિત સૌરાષ્ટ્રના સોમનાથનો પણ પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો આ તબક્કે તેમણે કહ્યું હતું કે ગુજરાત દૂધ ઉત્પાદક ક્ષેત્રમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે અને એટલે જ ગુજરાતના અમિત શાહે સહકાર મંત્રાલય બનાવી તેનું સુકાન સંભાળ્યું હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમણે કહ્યું હતું કે દેશમાં ગુજરાતના વડાપ્રધાન તરીકે મોરારજીભાઈ દેસાઈ હતા.

ત્યારબાદ આજે નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન ગુજરાતના છે ત્યારે તેમને પણ નજીકથી જાણવાની તક મને પ્રાપ્ત થઈ છે અને એટલે જ ગુજરાત આજે અગ્રણી રાજ્ય આ તબક્કે તેમણે કહ્યું હતું કે ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર દેશ-દુનિયામાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે અને ગુજરાત મહાન જન નાયકોની પરંપરા જાળવી રાખી હોવાનું જણાવ્યું હતું અને આઝાદીકા અમૃત મહોત્સવ પર્વને તમામ સભ્યો એકસાથે મનાવે તેવી અપીલ કરી હતી