આવતી કાલથી જરૂર હોય તો જ બહાર નીકળજો, 25 થી 28 માર્ચ હિટવેવની આગાહી, દઝાડશે આ ગરમી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2022

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે.અને અરબી સમુદ્રમાંથી ભેજ આવતા  છેલ્લા બે દિવસથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે.અને તાપમાન 41 ડીગ્રી થી ઘટીને 39 ડીગ્રીએ પહોંચ્યું છે.વાદળ છાયા વાતાવરણના કારણે ગરમીમાંથી રાહત મળી છે.પરંતુ ઉનાળામાં વરસાદી મહોલના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.પરંતુ વાદળ છાયું વાતાવરણ 24 કલાક રહેશે.અને 24 કલાક બાદ પવનની દિશા બદલાશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

24 કલાક બાદ ફરી ગરમી સહન કરવા તૈયાર રહેજો.કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ  હિટવેવ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 25 થી 28 માર્ચ હિટવેવ રહેશે.એટલે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે.જેના કારણે તાપમાનમાં 2 થી 4 ડીગ્રી વધી જશે.

ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીથી થઈ છે.ત્યાર બાદ ભેજનું પ્રમાણ વધતા તાપમાન ઘટ્યું હતું.અને ફરી હવે તાપમાન વધવા લાગશે. અને આકરા ઉનાળાનો અહેસાસ થશે.જો કે હવામાન વિભાગે 25 થી 28 માર્ચના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે 41 થી 43 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાશે.

હિટવેવની આગાહી દરમિયાન લોકોએ બપોરનાં 1 થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. ઇમરજન્સી કામ માટે બહાર નીકળો. બહાર જાઓ તો સુતરાવ કપડાં પહેરવા જોઈએ. અને પાણી વધુ પીવું જોઈએ. જેના કારણે ડી હાઇડ્રેશનથી બચી શકાય