હવે PF એકાઉન્ટ પર પણ લાગશે ટેક્સ, 1 એપ્રિલથી લાગુ થશે નવાં નિયમો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-02-2022

વાર્ષિક ₹2.5 લાખથી વધુની આવક ધરાવતા કર્મચારીના યોગદાનમાંથી PF આવક પર નવો કર લાગુ કરવા માટે IT નિયમો હેઠળ એક નવી કલમ 9D દાખલ કરવામાં આવી છે.

શું તમે નોકરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો કે પછી હાલમાં તમારી નોકરી ચાલુ જ છે? તો તમારુ પીએફ એકાઉન્ટ તો ચોક્કસ હશે. તમારું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO માં ખાતું હશે. પરંતુ હવે પીએફની ઇન્કમ પર પણ સરકાર ટેક્સ લગાવવા જઇ રહી છે. જી હા આપણે પીએફ એકાઉન્ટમાં પોતાની સેલરીનો કેટલોક હિસ્સો જમા કરીએ છીએ. પરંતુ હવે 1 એપ્રિલ 2022થી સરકાર પીએફ એકાઉન્ટમાં નવાં ફેરફાર કરવા જઇ રહી છે.

આ પીએફ એકાઉન્ટ પર ટેક્સ લાગશે

મહત્વનું છે સરકારે ગત વર્ષે ઇન્કમ ટેક્સના નિયમોને નોટિફાય કર્યા હતા. જે અંતર્ગત પીએફ એકાઉન્ટને બે ભાગમાં વહેંચવામાં આવશે. જેમાં કેન્દ્રને વર્ષે 2.5 લાખ રૂપિયાથી વધુના કર્મચારીના યોગદાનના કિસ્સામાં પીએફની આવક પર ટેક્સ વસૂલવામાં આવશે. આ નવા નિયમો વધારે ઇન્કર ધરાવતા લોકોને સરકારી વેલફેર સ્કીમનો ફાયદો લેતા રોકી શકાય તે આ નવા નિયમોનો ઉદ્દેશ્ય છે.

નવા PF નિયમોની મુખ્ય વાતો

-હાલના પીએફ ખાતાઓને ટેક્સેબલ અને નોન ટેક્સેબલ એમ બે ખાતામાં વિભાજિત કરવામાં આવશે.

-નોન ટેક્સેબલ એકાઉન્ટમાં બંધ ખાતાનો પણ સમાવેશ થશે કારણ કે તેની તારીખ 31 માર્ચ, 2021 છે.

-નવા PF નિયમો આગામી નાંણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2022થી લાગુ થઈ શકે છે.

-વાર્ષિક ₹2.5 લાખથી વધુની આવક ધરાવતા કર્મચારીના યોગદાનમાંથી PF આવક પર નવો કર લાગુ કરવા માટે IT નિયમો હેઠળ એક નવી કલમ 9D દાખલ કરવામાં આવી છે.

કરપાત્ર વ્યાજની ગણતરી માટે હાલના પીએફ ખાતામાં બે અલગ ખાતા પણ બનાવવામાં આવશે-

PFનાં આ નવાં નિયમનાં અમલ બાદ મોટાભાગનાં પીએફ સબસ્ક્રાઈબર્સને 2.5 લાખ રૂપિયાની લિમિટનો ફાયદો થશે. પરંતુ નવાં નિયમથી નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને કોઈ અસર થશે નહીં. આ મુખ્યત્વે ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓને અસર કરશે. એટલે કે, જો તમારો પગાર ઓછો અથવા સરેરાશ છે, તો તમને આ નવા નિયમથી કોઈ ફરક પડશે નહીં.