વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર અજાણ્યા યુવકના વાલી-વારસની પોલીસે શોધખોળ આદરી

 વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું મૃત્યુ હતું. આથી, પોલીસે વાલી-વારસની શોધખોળ આદરી છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2022

(Ajay Kanjiya) વાંકાનેરમાં આજે સવારે 6 વાગ્યા પહેલા આશરે 35 વર્ષીય અજાણ્યા પુરુષને વાંકાનેર રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. એ દરમ્યાન તેમનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે પુરુષે બ્લુ ટીશર્ટ, ગ્રે પેન્ટ તેમજ કોફી ચડ્ડી પહેરેલ છે. અજાણ્યા પુરુષના કોઈ વાલી-વારસા અંગે કોઈ પુરાવા મળ્યા હતા. આથી, જો કોઈને મૃતક અંગે જાણકારી આપવા રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશને અપીલ કરી છે.