ગુજરાત સરકારે કોરોનાની મોલનુપિરાવીર, ફેરિપીરાવીર દવાના ઓર્ડર આપ્યા

પાણી પહેલા પાળ બાંધતી સરકાર : દવાના 4.85 લાખના ટેન્ડર બહાર પાડ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-01-2022

રાજયમાં કોરોના વિસ્ફોટને પગલે રાજય સરકારે કોરોનાની દવાને સ્ટોક કરવાની શરૂઆત કરી છે ત્યારે કોરોનાની 4 લાખ 8પ હજાર મોલનુંપિરાવીર દવાની રાજય સરકાર ખરીદી કરશે અને આ અંગે ટેન્ડર પણ બહાર પાડયું છે.

આ અંગની વિગત મુજબ રાજયમાં કોરોનાની ત્રીજી લહેર મચાવેલા તરખારને પગલે રાજય સરકારે હવે કોરોનાની દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે જે અંતર્ગત રાજય સરકારે 4 લાખ 85 હજાર મોલનુપીરાવીર અને ફેરિપપિરાવરની 75000 સ્ટ્રીપનો ઓર્ડર આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોલનુ પીરાવીરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ બેવાર લેવાના હોય છે. આ દવા કોરોના સંક્રમણ સામે 70થી 80 ટકા અસરકારક છે. આ દવા સિવાય પણ કોરોનાની અન્ય દવાના ઓર્ડર અપાયા છે.