ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-01-2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયમાં આજે પણ કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહેવા પામ્યુ હતું અને આજ રોજ પણ રાજકોટ-નલિયા સહિત પાંચ શહેરોમાં સવારનું તાપમાન સિંગલ ડિઝીટમાં નોંધાયું હતું. તેમજ જૂનાગઢનાગીરનાર પર્વત ઉપર પણ 4.4 ડિગ્રી જેટલુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તેમજ કચ્છના સરહદીય વિસ્તાર નલિયા ખાતે આજે પણ રાજયની સૌથી વધુ 5.8 ડીગ્રી, ઠંડી નોંધાવા પામી હતી આથી આજે પણ નલીયા ઠંડુગાર રહેવા પામ્યું હતું. આ ઉપરાંત આજે સવારે પણ રાજકોટવાસીઓ તીવ્ર ઠંડીમાં ઠુંઠવાયા હતા. આજરોજ રાજકોટનું લઘુતમ તાપમાન 9.2 ડીગ્રી રહ્યું હતું.

જયારે, વડોદરા ખાતે પણ 9 ડીગ્રી, ડિસામાં 9.9 ડીગ્રી, જૂનાગઢમાં 9.4 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. સોરઠમાં છેલ્લા ચાર દિવસથી શિયાળાની ઋતુએ તેનો અસલ રૂપ પકડયું છે ગઈકાલથી પવનની ગતી પણ એકધારી વધવા પામતા હાર્ટને સૌસરવી નીકળી જતી ઠંડીનો બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે. આજે સવારે જુનાગઢ કૃષિ યુનિ. ખાતે નોંધાયેલ તાપમાન મુજબ મેકસીમમ તાપમાન 13.5 ડીગ્રી જયારે મીનીમમ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.4 ડીગ્રીએ નીચે આવી જવા પામ્યો છે. ગીરનાર પર્વત ઉપર 4.4 ડીગ્રી વચ્ચે ભારે સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે.

પશુ પક્ષી વન્ય પ્રાણીઓ ઉપર માઠી અસર થવા પામી રહી છે. હાર્ટમાં સૌસરવો ઉતરી જાય તેવો ઠંડોગાર પવન પ્રતિ કલાક 6.3 કીમીની ઝડપી ફુંકાઈ રહ્યો છે. ગીરનાર પર્વત ઉપર પવનની ગતિ 9 કીમીની ઝડપે ફૂંકાતા પ્રવાસીઓ ઠુંઠવાઈ રહ્યા છે. વાતાવરણમાં ભેજ 78 ટકા નોંધાયું છે. તેમજ જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો છે, અને હાલાર પંથકમાં શીત લહેર પ્રસરી ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10 થી 11 ડિગ્રીની વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથોસાથ પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓ ને ધ્રુજાવી દીધા છે.

જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠંડીનો પારો રવિવારે નીચે ગગડીને 10.6 ડિગ્રી સુધી આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યાર પછી ગઈકાલે અને આજે પણ 11.0 ડીગ્રી તાપમાન નોંધાયું છે, ઉપરાંત પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે. જામનગર માં ઠંડીનો પારો સડસડાટ નીચે ગગડીને 10.6 ડિગ્રી સુધી પહોંચી જતાં 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. આજે 11 ડિગ્રીએ ઠંડીનો પારો સ્થિર થયો છે. સાથોસાથ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને નગરજનોને ઉપરાંત પશુ-પક્ષીઓને ધ્રુજાવ્યા છે.

હજુ ઠંડીમાં વધારો થાય તેવી પણ શક્યતા દર્શાવાઈ છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 23.0 ડિગ્રીની સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 6.3 કિ.મી.ની ઝડપે રહી હતી.

દરમ્યાન આજે અમદાવાદ, ભૂજ, ભાવનગર, પોરબંદર સહિતના સ્થળોએ પણ તિવ્ર ઠંડી અનુભવાઈ હતી. આજે સવારે અમદાવાદ ખાતે 10.6 ડીગ્રી, ભુજમાં 10 ડીગ્રી, ભાવનગર ખાતે 11 ડીગ્રી અને પોરબંદરમાં 10.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ આજરોજ સવારે દમણ ખાતે 14.2 ડીગ્રી, દિવમાં 10.8 ડીગ્રી, દ્વારકામાં 13.4 ડીગ્રી, કંડલામાં 13.6, ઓખામાં 17, સુરતમાં 13.4 ડીગ્રી અને વેરાવળમાં 14.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ આજે પણ રાજયમાં સર્વત્ર તિવ્ર ઠંડી યથાવત રહેતા લોકો ઠુંઠવાયા હતા.

શહેરમાં ઠંડીની રાત્રીથી જ અસર: સુમસામ થઈ જતો માહોલ: રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. લઘુતમ તાપમાન 9 ડીગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે આથી સવારે તો લોકો ઠુંઠવાય જ છે પરંતુ રાત્રે પણ 8થી 9 વાગ્યા વચ્ચે તિવ્ર ઠંડી શરૂ થઈ જતા લોકો ઘરોમાં પૂરાઈ જાય છે અને બજારો પણ વ્હેલી બંધ થઈ જાય છે. જેથી શહેરમાં રાત્રીનાં સુમસામ દ્દશ્યો નજરે પડે છે