ફોલ્ડેબલ સ્માર્ટફોનના માર્કેટમાં હવે આવશે સુધારો, વાંચો ઓપ્પો ફાઇન્ડ એન ફોનનો રિવ્યૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-01-2022

Oppo Find Nની કિંમત પર નજર કરવામાં આવે તો 8GB RAM + 256GB વેરિએન્ટની ચીનમાં કિંમત 7,699 CNY એટલે કે લગભગ રૂ. 92,100 છે. આ સ્માર્ટફોનમાં 12GB + 512GB વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેની ચીનમાં કિંમત 8,999 CNY છે અને ભારતમાં લગભગ રૂ. 1,07,600 થાય છે.

મુંબઈ. Oppo Find N Quick Review: 2021માં પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન (Foldable smartphone) ની સંખ્યામાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી. જો કે હવે વર્ષ 2022માં આવા ફોલ્ડેબલ સ્માર્ટફોન (Foldable smartphone) માં વધારો જોવા મળી શકે છે. તાજેતરમાં જ સ્માર્ટફોન કંપની ઓપ્પો (Oppo)એ પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન Oppo Find N લોન્ચ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે Oppo Find N બજારમાં ઉપલબ્ધ Samsung Galaxy Z Fold 3ને ટક્કર આપશે. અન્ય ફીચર્સની વાત કરતા પહેલા Oppo Find Nની કિંમત પર નજર કરવામાં આવે તો 8GB RAM + 256GB વેરિએન્ટની ચીનમાં કિંમત 7,699 CNY એટલે કે લગભગ રૂ. 92,100 છે. આ સ્માર્ટફોનમાં 12GB + 512GB વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેની ચીનમાં કિંમત 8,999 CNY છે અને ભારતમાં લગભગ રૂ. 1,07,600 થાય છે. આ સાથે જ ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં બ્લેક, પર્પલ અને વ્હાઈટ કલર ઓપ્શન પણ મળી રહે છે.

ડિઝાઈન અને ડિસ્પ્લે : શરૂઆતમાં Oppo Find Nને તેની ફોલ્ડિંગ ડિઝાઈનના કારણે Galaxy Z Fold 3 સાથે સરખાવવામાં આવતો હતો, જો કે તેના સ્પેસિફિકેશન્સ બાદ લોકોની આ માન્યતા દૂર થઈ ગઈ છે. Oppo Find Nની ડિસ્પ્લેની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 18:9ના એસ્પેક્ટ રેશિયો અને 120Hz રિફ્રેશ રેટ સાથે 5.4 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જો કે આ સ્માર્ટફોનમાં ફોલ્ડિંગ ફોર્મમાં ટાઈપિંગ એક્સપિરિયન્સ સ્મૂધ નથી, સારા એક્સપિરિયન્સ માટે યૂઝરે 7.1 ઈન્ચ ડિસ્પ્લે સ્વિચ કરવાની જરૂર રહે છે. સ્માર્ટફોનની વોટર ડ્રોપ હિંજ ડિઝાઈનને કારણે યૂઝરને ક્રીઝલેસ વ્યૂઈંગ એક્સપિરિયન્સ મળે છે. Oppo Find Nમાં ઓફિશિયલ IPS રેટિંગ નથી, જો કે સેમસંગના નેક્સ્ટ જેન ફોન સાથે મુકાબલો કરવા માટે આ એક જરૂરી બાબત છે. આ સાથે જ કંપની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોલ્ડ સ્ક્રિનમાં વર્ચ્યુઅલી કોઈ ગેપ નથી.

પરફોર્મન્સ અને સોફ્ટવેર : Galaxy Z Fold 3ની જેમ જ Oppo Find Nમાં પણ સ્નેપડ્રેગન 888 આપવામાં આવ્યું છે. જો કે આ સ્માર્ટફોનમાં ગૂગલ અને ફેસબુક જેવી એપ્સ પ્રી લોડેડ નથી. Oppo Find N Android 11-આધારિત ColorOS પર કાર્યરત છે. જો કે કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે 12GB RAM + 512GB ટોપ એન્ડ મોડેલમાં Android 12-આધારિત ColorOS આપવામાં આવશે, સાથે જ તમામ મોડલોમાં RAM એક્સપાન્શન સુવિધા આપવામાં આવી છે. જો કે CPU પરફોર્મન્સ ટેસ્ટ કરવા માટે સ્માર્ટફોનમાં ગીકબેન્ચ એપ (Geekbench app) ઈન્સ્ટોલ કરી શકાતી નથી.

કેમેરો : ફોનમાં કુલ 5 કેમેરા આપવામાં આવ્યા છે. ટ્રિપલ રિયર કેમેરા સેટઅપમાં OIS સપોર્ટ ધરાવતા 50 મેગાપિક્સલ Sony IMX766 પ્રાઈમરી સેન્સર, સાથે જ 16 મેગાપિક્સલ સેન્સર સાથે એક અલ્ટ્રાવાઈડ લેન્સ અને એક 13 મેગાપિક્સલ સેન્સરને ટેલીફોટો લેન્સ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. જે 3x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. આ કેમેરામાં દિવસ અને રાત બન્ને સમયે સારા રિઝલ્ટ મેળવી શકાય છે. આ સાથે જ કેમેરાની મદદથી નેચરલ કલર પણ કેપ્ચર કરી શકાય છે. AI મોડની મદદથી સારા સેચ્યુરેશન અને કોન્ટ્રાસ્ટ મેળવી શકાય છે. સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જો કે તેમાં OIS સપોર્ટ આપવામાં આવ્યો નથી. કેમેરામાં રહેલી કેટલાલ નાના મોટા મિસિંગ ફીચર્સને કારણે ફોલ્ડેબલ સ્માર્ટફોનના લોન્ચ દરમ્યાન પણ કેમેરા વિશે વધુ વાત કરવામાં આવી નથી.

બેટરી : કોઈ પણ પ્રોડક્ટિવ સ્માર્ટફોન એક સારી બેટરી વિના નકામો છે. Oppo Find Nમાં 4500mAh ડ્યુઅલ સેલ બેટરી આપવામાં આવી છે. આ સાથે જ 33W SuperVOOC વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ મળે છે. કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે 30 મિનિટમાં આ ચાર્જરની મદદથી 50 ટકા સુધીનું ચાર્જિંગ કરી શકાય છે, જ્યારે 80 મિનિટમાં ફોન ફુલ ચાર્જ કરી શકાય છે. ફોનમાં વાયરલેસ સાથે જ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ માટે પણ સપોર્ટ મળે છે.

નિર્ણય : ઓપ્પોના આ સ્માર્ટફોનમાં 7.1 ઇંચની પ્રાઈમરી ડિસ્પ્લે અને 5.4 ઇંચની આઉટર ડિસ્પ્લેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. આ સાથે જ એસ્પેક્ટ રેશિયોની મદદથી એપ્સનો પણ ઉપયોગ સારી રીતે કરી શકાય છે. લોન્ચ દરમ્યાન ફોનના કેમેરા વિશે ખાસ વાત કરવામાં આવી નથી, જો કે ફોનના કેમેરા સારું પરફોરમન્સ આપે છે. આ સાથે જ ફોનનો વોટર ડ્રોપ હિંજ મીકેનિઝમ એક ટ્રેન્ડસેન્ટર બની શકે છે. હાલ તો ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે નહીં પણ આ ફોનના ફીચર્સ જોયા પછી એક વખત વિચાર ચોક્કસથી આવશે કે આપણે હવે ફોલ્ડેબલ સ્માર્ટફોન તરફ વળવું જોઈએ.