મોરબી: “આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” માં ૭૫ યુવાનો ભાગ લેશે

ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ, મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે ૨૫મીએ કાર્યક્રમનું આયોજન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-09-2021

        નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તારીખ ૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ છે.

        જિલ્લા યુવા અધિકારી સચિન પાલના જણાવ્યા અનુસાર તારીખ ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં ૨૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ “ફિટ  ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ છે. યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્ર ને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમ ૭૫ યુવાનો ભાગ લેશે.       

કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવાનોને સર્ટીફીકેટ તથા પ્રથમ ત્રણ  વિજેતાને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, જે.એ. પટેલ મહિલા કૉલેજ આચાર્ય ડૉ. પી.કે. પટેલ અને એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. વનિતા કગથરા દ્વારા કરવામાં આવેલ છે.