JioBook લેપટોપ: રિલાયન્સ JioPhone બાદ લોન્ચ કરશે સસ્તું લેપટોપ, કેવાં હશે ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-09-2021

JioBook Laptop: હાલમાં જ જીયોએ ગૂગલ(Google) સાથે પાર્ટનરશિપમાં જીયોફોન નેક્સ્ટ(JioPhone Next) નામથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો. આ દરમિયાન એક રિપોર્ટ અનુસાર જીયો જલદી જ પોતાનું લેપટોપ પણ ભારતમાં લોન્ચ કરી શકે છે. આ લેપટોપનું નામ JioBook Laptop હોઇ શકે છે.

વર્તમાન સમયમાં ભારતમાં રિલાયન્સ જીયો (Reliance Jio) સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ પૈકી એક છે. 2015માં પોતાની શરૂઆત બાદ 2016માં ગ્રાહકો માટે શરૂ થનાર જીઓ શરૂઆતથી જ પોતાની આકર્ષક ઓફર્સથી માર્કેટમાં છવાયેલી છે. સફળતાની ઊંચાઇઓ પર પહોંચ્યા બાદ પોતાનો બિઝનેસ વધારવા કંપનીએ બ્રોડબેન્ડ, જીયો ફાઈબર, રીટેલ, વાઈ-ફાઈ, એપ્સ, સ્ટ્રીમિંગ ક્ષેત્રમાં શરૂઆત કરી. હાલમાં જ જીયોએ ગૂગલ(Google) સાથે પાર્ટનરશિપમાં જીયોફોન નેક્સ્ટ(JioPhone Next) નામથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો. આ દરમિયાન એક રિપોર્ટ અનુસાર જીયો જલદી જ પોતાનું લેપટોપ પણ ભારતમાં લોન્ચ કરી શકે છે. આ લેપટોપ

BIS વેબસાઇટ પર સ્પોટ થયું લેપટોપ!

JioBook Laptopને કથિત રીતે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) વેબસાઇટ પર સ્પોટ કરવામાં આવ્યું છે. આ સર્ટિફીકેશન વેબસાઇટ પર જીયોના આગામી લેપટોપ 3 વેરિએન્ટ્સમાં લિસ્ટેડ છે. ઈન્ટરનલ મોડેલ સિવાય હાલ આ લેપટોપ વિશે વધુ જાણકારી સામે આવી નથી. જૂના અહેવાલો અનુસાર JioBook Laptop 4G LTE કનેક્ટિવિટી સાથે આવી શકે છે. આ અહેવાલો બાદ હવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે JioBook Laptop માટે વધુ રાહ જોવી નહીં પડે. જોકે કંપનીએ અધિકારિક રીતે તેની લોન્ચ ડેટ કે ફીચર્સ વિશે કોઇ ખુલાસો કર્યો નથી.

JioBook Laptopના અનુમાનિત ફીચર્સ

– આ લેપટોપમાં 1366×768 પિક્સલ્સની HD ડિસ્પ્લે હોઇ શકે છે.

– JioBook Laptopમાં સ્નેપડ્રેગન 665 SoC પ્રોસેસરનો ઉપયોગ થઇ શકે છે.

– આ ઉપરાંત લેપટોપમાં 4GB રેમ અને 64GB મેમરી હોઇ શકે છે.

– JioBook Laptopમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેંડ વાઈ-ફાઈ, મિની HDMI કનેક્ટર અને બ્લૂટૂથનો ઓપ્શન મળી શકે છે.

­- લેપટોપમાં 3 એક્સિસ એક્સેલોમીટર પણ હોઇ શકે છે.

– JioBook Laptopમાં ક્વાલકોમની ઓડિયો ચિપનો ઉપયોગ થઇ શકે છે.

– JioBook Laptop જીયોનું હોવાથી તેમાં જીયોની તમામ એપ્સ જેમ કે JioStore, JioMeet, JioPages વગેરે ઈન્સ્ટોલ હોઈ શકે છે.

– આ ઉપરાંત માઇક્રોસોફ્ટ એપ્સ જેવી કે Microsoft Teams, Microsoft Edge, Office વગેરે પણ લેપટોપમાં પ્રી-ઈન્સ્ટોલ હશે.

– એક અંદાજ અનુસાર JioBook Laptopમાં જીયો પોતાની ઓપરેટિંગ સિસ્ટમ રાખશે.

કેટલી હશે કિંમત?

JioBook Laptopની કિંમત વિશે કંપનીએ હજુ સુધી કોઇ જ જાણકારી આપી નથી. પરંતુ આ લેપટોપની કિંમત ગ્રાહકો માટે બજેટ ફ્રેન્ડલી હોઇ શકે છે.

મુકુલ શર્માએ શેર કરી હતી પોસ્ટ

JioBook Laptopને લઇને ટ્વિટર પર ટિપ્સ્ટર મુકુલ શર્માએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં આપવામાં આવેલ જાણકારી અનુસાર, NB1118QMW, NB1148QMW અને NB112MM એમ 3 મોડેલ્સમાં લીસ્ટ કરવામાં આવ્યું છે. તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે JioBook Laptopને 3 અલગ-અલગ મોડેલ્સમાં લોન્ચ કરવામાં આવશે.