JEE મેઈનનું પરિણામ જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-09-2021

એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઈનનું પરિણામ મંગળવારે મોડી રાતે જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ 44 ઉમેદવારોએ 100 પરસેન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે 18 ઉમેદવારોને ટોચનો રેન્ક મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ મંગળવારે રાતે આ માહિતી આપી. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપી હતી.

આ વર્ષે જેઈઈ મેની વર્ષમાં ચાર વખત આયોજિત થઈ. જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાનો સ્કોર સુધારવાની તક મળી શકે. પહેલા તબક્કામાં ફેબ્રુઆરીમાં અને બીજીવાર માર્ચમાં આયોજિત કરાઈ હતી. આગામી તબક્કાની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં થવાની હતી પરંતુ દેશમાં કોવિડની બીજી લહેરને જોતા સ્થગિત કરાઈ હતી. ત્રીજા તબક્કાની પરીક્ષા 20-25 જુલાઈ સુધી આયોજિત કરાઈ હતી જ્યારે ચોથા તબક્કાની 26 ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી આયોજિત કરાઈ હતી. બીઈ/બીટેક માટે જેઈઈ મેઈન પેપર1માં મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સામેલ છે. જ્યારે પેપર 2માં મેથમેટિક્સ, એપ્ટીટ્યૂડ અને ડ્રોઈંગ સામેલ છે. પ્રશ્ન ચાર-ચાર માર્ક્સના મલ્ટીપલ ચોઈસ અને ન્યૂમરિકલ બેસ્ડ હતા. મલ્ટીપલચોઈસ પ્રશ્નોમાં ખોટા જવાબ માટે એક અંકનું નેગેટિવ માર્કિંગ સામેલ છે.

જેઇઇ એડવાન્સ માટે રજિસ્ટ્રેશન

જેઈઈ મેઈનપરિણામ જાહેર થયા બાદનું રજિસ્ટ્રેશન

શરૂ થશે. જેઈઈ મેઈન કટ ઓફમાં ટોપ રેન્ક મેળવનારા અઢી લાખ ઉમેદવારો જેઈઈ એડવાન્સ્ડ માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને જેઈઈ એડવાન્સ્ડ 2021 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકશે.

23 આઈઆઈટીમાં બીટેક અને યુજી એન્જિનિયરિંગ પ્રોગ્રામ કોર્સિસમાં એડમિશન લેવા માટે જેઈઈ એડવાન્સ્ડ એક્ઝામ 3 ઓક્ટોબર 2021ના રોજ આયોજિત કરવામાં આવશે. આ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો જેઈઈ મેઈન રીઝલ્ટ2021 પરિણામ.

આ રીતે ચેક કરો પરિણામ…

અધિકૃત વેબસાઈટ પર જાઓ.

હોમ પેજ લિંક પર ક્લિક કરો.

તમારી એપ્લેકેશન નંબર, જન્મ તિથિ, સિક્યુરિટી કોડ વગેરે માહિતી ભરો.

ડિટેલ્સ ભરી લીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

સત્ર 4 માટેનું પરિણામ સ્ક્રિન પર ખુલશે, તેને ચેક કરો.

જેઈઈ મેઈન સિઝન 4નું પરિણામ ડાઉનલોડ કરો અને આગળ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.