Samsung Galaxy A52s: ભારતમાં 8GB RAM વાળો 5G ફોન લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.2-09-2021

ગઈકાલે, એટલે કે 1 સપ્ટેમ્બરે Samsungએ ભારતમાં પોતાનો 5G સ્માર્ટફોન Samsung Galaxy A52s 5G લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન સેમસંગની A સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. જે ક્વાડ રીઅર કેમેરા અને પંચહોલ ડિસ્પ્લે ડિઝાઈન સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 120Hz AMOLED ડિસ્પ્લે અને ડોલ્બી એટમોસ સાઉન્ડવાળ સ્ટીરિયો સ્પીકર્સ સાથે પણ છે. ઉલ્લેખનીય છે કે, સેમસંગે ગત મહિને યુકેમાં A52 5Gના અપગ્રેડેડ વર્ઝન તરીકે ગેલેક્સી A52s 5Gને ગેલેક્સી લોન્ચ કર્યો હતો. જોકે, આ ફોનમાં અગાઉના મોડેલની જેમ જ ડિસ્પ્લે, બેટરી અને કેમેરા આપવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી A52s 5G યુવા ગ્રાહકોને ટાર્ગેટ કરે છે અને આ સ્માર્ટફોનની Realme GT માસ્ટર એડિશન, OnePlus Nord 2, Poco F3 GT અને Mi 11Xની સાથે સીધી સ્પર્ધા છે.

ભારતમાં Samsung Galaxy A52s 5Gની કિંમત

ભારતમાં 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટવાળા Samsung Galaxy A52s 5Gની કિંમત રૂ. 35,999 અને 8GB + 128GB વેરિએન્ટની કિંમત રૂ. 37,499 છે. ત્યારે આ સ્માર્ટફોન Awesome Black, Awesome Violet, and Awesome White કલર્સમાં એમેઝોન, Samsung.com અને મુખ્ય આઉટલેટ્સ પર બુધવારથી ઉપલબ્ધ થઈ ચુક્યા છે.

જો ગ્રાહકો HDFC બેંક કાર્ડનો ઉપયોગ કરીને આ સ્માર્ટફોન ખરીદે છે તો તે ગ્રાહક રૂ. 3000નું કેશબેક મેળવવા પાત્ર છે. સાથે જ રૂ. 3,000નું અપગ્રેડ બોનસ પણ હશે. તેમજ જૂનો ફોન એક્સચેન્જ કરીને ગેલેક્સી A52s 5G ખરીદનાર ગ્રાહકોને પણ રૂ. 3,000 અપગ્રેડ બોનસ મળશે.

Samsung Galaxy A52s 5Gના ફીચર્સ

ડ્યુઅલ-સિમ સેમસંગ ગેલેક્સી A52s 5G એન્ડ્રોઇડ 11 પર ચાલે છે, જેમાં વન UI 3 અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચની ફુલ એચડી+ સુપર AMOLED Infinity-O ડિસ્પ્લે ધરાવે છે. આ સ્માર્ટફોન 8GB રેમ સાથે ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G SoC ધરાવે છે. તેમજ ફોટા અને વિડિઓઝ માટે સેમસંગ ગેલેક્સી A52s 5G ક્વાડ રીઅર કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં f/1.8 ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) લેન્સ સાથે 64 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને f/2.2 અલ્ટ્રાવાઇડ લેન્સ સાથે 12-મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર ધરાવે છે. સાથે જ 5 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 5 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર પણ સામેલ છે. સેમસંગે આ સ્માર્ટફોનમાં f/2.2 લેન્સ સાથે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરા સેન્સર પણ આપ્યો છે.

મહત્વનું છે કે, સેમસંગ ગેલેક્સી A52s 5Gમાં 128GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. બિલ્ટ-ઇન તેમજ તેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધીવધારી શકાય છે.

સેમસંગ ગેલેક્સી A52s 5Gમાં કનેક્ટિવિટી ઓપ્શન તરીકે 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

સેમસંગ ગેલેક્સી A52s 5Gમાં 4,500mAhની બેટરી ધરાવે છે, જે 25W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ફોનમાં IP67-સર્ટિફાઈડ બિલ્ડ છે, જે ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્સ છે. ઉપરાંત, ફોનનું માપ 159.9×75.1×8.4mm અને વજન 189 ગ્રામ છે.