જામનગરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-08-2021

જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજે સવા સાત વાગે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંન્દુ જામનગરથી 14 કિ.મી દૂર નોંધાયું છે.

જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજે સવા સાત વાગે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંન્દુ જામનગરથી 14 કિ.મી દૂર નોંધાયું છે.

જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર આવ્યા નથી. લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

જિલ્લાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકાના લોકોએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. એવી પણ માહિતી મળી રહી છે કે, જામનગર અને આસપાસના પંથકમાં જેમાં ઉપરા-ઉપરી બે આંચકા અનુભવાયા હતા.