15 ઓગસ્ટથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલા આ નિયમો, જાણીલો નહીં તો અટકી જશે પેમેન્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-08-2021

ચેક દ્વારા પેમેન્ટને લઈને થતા ફ્રોડ પર કાબુ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેન્કે પોઝિટિવ પે સિસ્ટમને 1 જાન્યુઆરી 2021થી લાગુ કરી દીધી હતું. પરંતુ હવે 15 ઓગસ્ટથી તેને ફરજીયાત કરવામાં આવ્યું છે. પબ્લિક સેક્ટરના ઈન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને આ માટે એલર્ટ મોકલવાનું શરૂ કરી દીધુ છે. બેન્કમાં પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવ્યું છે કે 15 ઓગસ્ટ 2021થી 2 લાખ રૂપિયાથી વધારેના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

હકીકતે ચેક ફ્રોડના કેસ મોટી સંખ્યામાં  આવ્યા બાદ આરબીઆઈએ પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. તેને 1 જાન્યુઆરી 2021થી લાગુ પણ કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ બેન્કોને કહ્યું હતું કે 50,000 રૂપિયાથી વધારે રકમના ચેક ઈશૂ કરતા દરેક એકાઉન્ટ હોલ્ડર્સ માટે આ સુવિધાને લાગુ કરવામાં આવે.

ચેક દ્વારા 2 લાખ રૂપિયાથી વધારે પેમેન્ટ માટે જરૂરી

આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે બેન્ક પોતાની તરફથી આ સુવિધાને 5 લાખ રૂપિયાથી વધારે રકમ માટે જરૂરી કરી શકે છે. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર, ઈન્ડિયન બેન્કના ચેક દ્વારા 2 લાખ રૂપિયાથી વધારેના પેમેન્ટ પર આ સુવિધાને લાગુ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન બેન્ક હવે તેને 15 ઓગસ્ટ માટે જરૂરી કરી દેશે.