મોરબી: તા. 5-8 ના રોજ ‘કિશાન સન્માન દિવસ’ની ઉજવણી કરાશે

રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્‍યક્ષ સ્‍થાને ધરતીપુત્ર સન્‍માન કાર્યક્રમ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-08-2021

        સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. મોરબી જિલ્લામાં કાર્યક્રમના પાંચમાં દિવસે એટલે કે તા.૦૫/૦૮/૨૦૨૧ના રોજ ‘કિસાન સન્માન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેમાં ‘કિસાન સન્માન દિવસ’નો મુખ્ય કાર્યક્રમ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્‍યાણ, પ્રવાસન મંત્રી  વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહિસરા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે. તેમજ વાંકાનેર તાલુકામાં કોમ્‍યુનીટી હોલ મુ. વીડી જાંબુડીયા ખાતે, હળવદ તાલુકામાં સતવારા સમાજની વાડી, તળાવ પાસે મુ. ચરાડવા અને શરણેશ્‍વર મહાદેવ મંદિર ખાતે  આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પરથી કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ અને વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો/ હુકમો/ કીટ અર્પણ કરાશે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.