આવતા મહિનાથી કેન્દ્રીય કર્મચારીને 28 ટકા DA

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-08-2021

કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા દોઢ મહીનામાં ઘણી ગીફ્ટ મળી ચુકી છે. મોંઘવારી ભથ્થાથી લઈને એચઆરએ સુધીમાં મોટો સુધારો થયો છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી અટકેલા એરિયરનું શું થયું? કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાને જુલાઈ 2021થી 11 ટકા વધાર્યો. કુલ મોંઘવારી ભથ્થું 28 ટકા પર પહોંચી ગયું પરંતુ દોઢ વર્ષ સુધી ફ્રીઝ રહ્યા પછી ડીએ એરિયર અંગે કોઈ વાત થઈ નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એરિયર આપવાની કોઈ વાતચીત થઈ નથી કેમ કે, જૂન 2021 સુધી ડીએ ફ્રિઝ રાખવામાં આવ્યું છે.

નેશનલ કાઉન્સિલ ઓફ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાએ મોંઘવારી ભથ્થુ વધારવા પર સરકારને શુભેચ્છા આપી. પરંતુ, એરિયર પર વાત નહીં થવા પર થોડા નારજ પણ જોવા મળ્યા. મિશ્રાનું કહેવું છે કે દોઢ વર્ષનું એરિયર હજુ સુધી મળ્યું નથી. આ અંગે સરકાર સાથે વાતચિત થઈ રહી છે. મર્યાદિત સંસાધનો અને કેન્દ્રીય કર્મચારીઓની માગને જોતા આશા છે કે સરકાર પણ નિશ્ચિતપણે વાટાઘાટોથી સમાધાન કરી દેશે. એવો રસ્તો નિકાળવામાં આવશે કે સરકારને પણ મદદ રહે અને કર્મચારીઓને પણ મદદ રહે.

એઆઇસીપીઆઇના તાજા આંકડાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે જૂન 2021માં પણ 3 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. એટલે કે કુલ 28 ટકા ડીએ પછી હવે 3 ટકાનો વધુ ફાયદો થશે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓ

અને પેન્શનર્સના ડીએ-ડીઆર વધીને 31 ટકા સુધી પહોંચી ગયા છે. લેબર મિનિસ્ટ્રીના ડીન 2021ના એઆઇસીપીઆઇના આંકડાઓને જોઈએ તો ઈન્ડેક્સમાં 1.1 અંકનો વધારો થયો છે જેનાથી આ 121.7 પર પહોંચી ગયો છે. હવે જૂન 2021માં મોંઘવારી ભથ્થુ 3 ટકા વઘી શકે છે. જોકે આની જાહેરાત ક્યારે કરવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં માત્ર મોંઘવારી ભથ્થુ જ નહીં વધે પરંતુ બીજા અલાઉન્સ પણ વધશે. આમાં ટ્રાવેલ્સ અલાઉન્સ અને સિટી અલાઉન્સ મળશે. રિટાયરમેન્ટ માટે પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુટી માં પણ મોટા સુધારાની આશા છે. આવું એટલા માટે છે કે, મોંઘવારી ભથ્થું વધવાની અસર આ દરેક અલાઉન્સ પર પડે છે.

28% એકીકૃત ચુકવણી હશે:

14 જુલાઈએ કેબિનેટમાં મોંઘવારી ભથ્થાને 11 ટકા વધારવામાં આવ્યું હતું જેને 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવ્યું. આશા છે કે સપ્ટેમ્બરમાં પગારની સાથે કુલ 28 ટકાના દરથી પગાર આપવામાં આવશે,,, જુલાઈ અને ઓગસ્ટમાં 2021નું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ હપ્તા એક સાથે ચૂકવવાના છે. જાન્યુઆરી 2020, જૂન 2020, જાન્યુઆરી 2021 ના મોંઘવારી ભથ્થાને કોરોનાના કારણે ફ્રીઝ રખાયું હતું. હવે આના પરથી રોક હટાવી લેવામાં આવી છે. સ્ટાફને આપવામાં આવેલા ડીએ-ડીઆરના ત્રણ હપ્તા રોકીને કેન્દ્ર સરકારે 34,402.32 કરોડ રૂપિયાની બચત કરી છે.