સતત બીજા વર્ષે રાજકોટમાં લોકમેળો રદ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-07-2021

સૌરાષ્ટ્ર ના મેળા ના માણીગરઓ માટે ખૂબ માઠા કહી શકાય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે અને ત્રીજી wave ની શક્યતાને જોતા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં એક પણ જાતના લોક મેળા યોજવામાં નહીં આવે. સૌરાષ્ટ્રનું સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે યોજાતો હોઈ છે. પરંતુ કોરોના મહામારી ના કારણે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો

લોકમેળો નહીં યોજાય. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે યોજાતા લોકમેળા માં છ લાખથી પણ વધુ લોકો મેળાની મજા માણતા હોય છે. ત્યારે આટલી સંખ્યામાં લોકો એકઠા થાય તો કોરોના સંક્રમણ વધવાની શક્યતાને નકારી ન શકાય. જે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા મેળો નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.