ઇન્સ્ટાગ્રામ લાવી રહ્યું છે શાનદાર ફીચર્સ: હવે લેપટોપ કે ડેસ્કટોપ પરથી પણ શેર કરી શકશો પોસ્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagramનું અત્યાર સુધીનું સૌથી મોટુ અને સૌથી ઉપયોગી સુવિધા લોન્ચ કરી છે. ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ લાંબાસમયથી ડેસ્ક પોસ્ટ શેરિંગ સપોર્ટની માંગણી કરી રહ્યા હતા, જે આખરે કંપનીએ પૂર્ણ કર્યુ છે. હવે તમારું લેપટોપ અથવા ડેસ્કટોપ પરથીતમે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અથવા પોસ્ટ પણ શેર કરી શકો છો

ઇન્સ્ટાગ્રામની આ સુવિધા હાલમાં કમ્પ્યુટર અને એપલ Mac પર ઉપલબ્ધ છે.પરંતુ આઈપેડ યુઝર્સે હજી રાહ જોવી પડશે.ઇન્સ્ટાગ્રામના ડેસ્કટોપ વર્ઝન પર ફોટા શેર કરતી વખતે યુઝર્સ ફિલ્ટર અને એડિટ સાથે વીડિયો ઓડિટનો ઉપયોગ કરી શકશો. મોબાઇલ એપ્લિકેશનનો અનુભવ હવે ડેસ્કટ ટોપ વર્ઝન પર પણ ઉપલબ્ધ થશે.

સોશિયલ મીડિયા મેનેજર Matt Navarra (@MattNavarra) એ ટ્વીટ કરીને ઇન્સ્ટાગ્રામના આ નવા અપડેટ વિશે માહિતી આપી છે.જો કે હાલમાં આ સુવિધા તમામ પ્રોફાઇલ્સ સાથે કામ કરી રહી નથી. બની શકે કે ઇન્સ્ટાગ્રામ કેટલાક યુઝર્સને આ સુવિધાનું ટેસ્ટીંગ કરવા આપી રહ્યુ છે.

ડેસ્ક ટોપ પરથી ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે પોસ્ટ કરવું: ડેસ્ક ટોપ પરથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સૌ પ્રથમ લોગઇન કરવાનુ રહેશે આ પછી જમણી બાજુ ખુણામાં + + આયકન દેખાય છે તેના પર ક્લિક કરો તે પછી તમે જે ફોટો શેર કરવા માંગો છો તેને પસંદ કરો. ફોટો પસંદ કર્યા પછી, તમારે તેને વિવિધ કદમાં કાપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. આ પછી તમને ઘણા પ્રકારના ફિલ્ટર્સ પણ મળશે અને ફોટો એડિટ કરવાનો વિકલ્પ પણ મળશે. GIFનો સપોર્ટ પણ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો