મોરબીમાં: આરએસએસ દ્વારા 15 થી 21 જુન યોગ સપ્તાહની ઉજવણી કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-06-2021

આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે તે અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ યોગ સપ્તાહ દિનાંક 15-6 થી 21-6 સુધી ઉજવવાનું નક્કી કરેલ છે તે મુજબ સવારે 6 થી 7 ના સમય દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે જુદા-જુદા યોગ, આસન અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે રવાપર રોડ પર ઉમા હોલ, શનાળા રોડ પર જીઆઇડીસી ખાતે, સ્ટેશન રોડ પર સુરજબાગ, સામાંકાંઠે ઉમા ટાઉનશિપ ખાતે યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.આ ઉપરાંત માળીયા(મી.), મોરબી તાલુકો, વાંકાનેર તાલુકો તથા વાંકાનેર શહેર, કુવાડવા, માટેલ, ટંકારા, પડધરી એમ દરેક જગ્યાએ યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ સપ્તાહ દરમ્યાન વધુમાં વધુ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવો અનુરોધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો