કોરોનાએ Uberના 3700 કર્મચારીઓની રોજીરોટી છીનવી : Uber એ 3700 કર્મચારીઓને છુટા કર્યા

ઉબેરને ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ક્વાટરમાં 2.9 અરબ ડૉલરનું નુક્શાન છે

Uberના 3 મિનિટના વીડિયો કૉલે એક જ ક્ષણમાં લઇ લીધી 3700 કર્મચારીઓની નોકરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-5,

કોરોના વાયરસ (Coronavirus Covid 19) સંકટના હવે મોટા આર્થિક પરિણામો સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં લોકડાઉનના કારણે આર્થિક ભીંસ અનુભવતી કંપનીઓ ખર્ચો ઓછો કરવા માટે છટણી કરી રહી છે. અને અનેક લોકો પોતાની નોકરીથી હાથ ગુમાવી રહ્યા છે. ઓનલાઇન કેબ સર્વિસ આપનારી Uber પણ પોતાના 14 ટકા એટલે કે 3700 કર્મચારીઓને છુટા દીધા છે. ઉબેરે પોતાના આ કર્મચારીઓને Zoom વીડિયો કોલ કરીને કહ્યું કે કોવિડ 19 મહામારી અમારા માટે મોટો પડકાર બની ગયો છે. તેનાથી બચવા માટે ઉબેરે કર્મચારીઓને કહ્યું કે હવે તેમને આ લોકોની જરૂર નથી. ઉબેર કહ્યું કે અમે અમારા 3500 ફંટલાઇન કર્મચારીઓને છુટા કર્યા છે. વીડિયોમાં તેમણે કહ્યું કે આ તમારો ઉબેર સાથે કામ કરવાનો છેલ્લો દિવસ છે. અનેક કર્મચારીઓએ ઉબેરના આ વ્યવહારની નિંદા કરી છે અને કહ્યું છે કે તેમણે પહેલા નોટિસ આપવી જોઇએ. અચાનક કૉલ કરીને 3700 કર્મચારીઓને નોકરીથી નીકાળવા બિલકુલ યોગ્ય નથી. છુટા કરાયેલા કર્મચારીમાંથી કેટલાક કર્મચારીઓને થોડા પૈસા મળ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઉબેર ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ક્વાટરમાં 2.9 અરબ ડૉલરનું નુકસાન સહન કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સમયમાં પરિવહન વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ઉબેરના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઇઓ દ્વારા કહેવાયું છે કે દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસ મહામારીના કારણે પરિવહન વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જો કે કંપનીએ બેલેન્સ શીટ ઠીક રાખવા માટે આ પગલાં ઉઠાવ્યા છે. અને ઉબેર ઇટ્સમાં વધુ ફોકસ કર્યું છે. તેમણે કહ્યું કે હાલ ફૂડ ડિલીવરી વેપારમાં ફાયદો દેખાઇ રહ્યો છે. ધીરે ધીરે લોકડાઉન ખુલવાથી અમે ઉત્સાહિત છીએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63