Home Blog Page 1519

મોરબી: સાંસદ મોહન કુંડારિયા દ્વારા 3.5 કરોડના યાત્રાધામના કામનું ખાતમુહૂર્ત કરાયુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામો જેવા કે જડેશ્વર બે કરોડ, ટંકારામાં ૧ કરોડ અને માટેલમાં ૫૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોમાં માટેલ ખાતે ઘાટના રીનોવેશન, જડેશ્વર ખાતે પુરાણી વાવનું નવીનીકરણ તથા પગથીયા રીનોવેશન તેમજ ટોઈલેટ બ્લોક બનાવવા જેવા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા ઉપસ્થિત રહ્યા હતા.મોરબી: 9 મીએ રઘુંવશી સમાજના શ્રેષ્ઠિઓનો સન્માન સમારોહ યોજાશે

જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાશે કાર્યક્રમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી: લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૯ને શનિવારે શહેરના જલારામ પ્રાર્થના મંદીર ખાતે બપોરે ૧૨ કલાકે લોહાણા સમાજ ના સેવાભાવી શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના સેવાભાવી જ્ઞાતિ રત્નોને સન્માન કરીને તેમની સેવભાવના બિરદાવવામાં આવશે

આ કાર્યક્રમ અંતર્ગત નિર્મળા બેન કોટક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી લોહાણા મહાજન ને અવિરત મળેલ સહયોગ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનુ સન્માન તે ઉપરાંત તાજેતરમા નોટરી તરીકે નિમણુંક પામનાર કુ. કાજલબેન ચંડીભમ્મર તથા ખુશ્બુ બેન બુધ્ધદેવ નુ સન્માન, મોરબી લોહાણા સમાજના જ્ઞાતીરત્ન એવા જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર જય જીતેન્દ્ર ભાઈ રાચ્છનુ સન્માન તેમજ શ્રી રઘુવીર પ્રાર્થના હોલ, જલીયાણેશ્વર મહાદેવ, સાંઈ બાબા મંદીરનુ નિર્માણ કરનાર જલારામ પ્રાર્થના મંદીર- રઘુવીર સેનાના કાર્યકરોનુ સન્માન તે ઉપરાંત મોરબી નગરપાલીકાના ભુગર્ભ વિભાગ ના ચેરમેન ભાવીન ભાઈ ઘેલાણી તથા મોરબી નગર પાલીકાના કાઉન્સીલર્સ સુરભીબેન મનિષ ભાઈ ભોજાણી તથા દીપક ભાઈ પોપટ સહીતના મહાનુભવોનુ સન્માન કરવામા આવશે. તેમ લોહાણા મહાજન- મોરબીના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, ખજાનચી હરીશભાઈ રાજા,ઓડીટર ચંદ્રવદનભાઈ પુજારા, કન્વીનર નિર્મિત કક્કડ જે.આઈ. પુજારા, અશોકભાઈ પાવાગઢી, જીતુભાઈ પુજારાએ સંયુક્ત યાદીમા જણાવ્યુ છે.

મોરબી : સામાકાંઠે શક્તિ ચેમ્બરમાં આવેલ ફ્લિપ કાર્ટની ઓફિસે લૂંટારૂ ગેંગ ત્રાટકી : બંદૂક બતાવી 3 લાખની મતા લૂંટી ફરાર

ઘટના સ્થળે પોલીસે કાફલો દોડી આવ્યો : લૂંટારુઓ અંદાજે 3 લાખની મતા લૂંટી ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ )તા. 5-3, સમય : 11:05 સામાકાંઠા વિસ્તારમાં આવેલ શક્તિ ચેમ્બર્સ પાસે આવેલ ફ્લિપકાર્ટની ઓફિસમાં લૂંટારુ ગેંગ ત્રાટકી બંદૂકની નોક પર 3 લાખ ની માતા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે પોલીસે કાફલો પહોંચી ગયો છે.

આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગયી હતી. આ ઘટનાએ મોરબી શહેરમાં ભારે ચકચાર જગાવી છે. લૂંટારૃઓએ પોલીસેને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ સુરક્ષા વ્યવસ્થા ના લિરા લિરા ઉડાવી ફ્લિપકાર્ટ જેવી આધુનિક ઓફિસમાં ખુલે આમ લૂંટ ચલાવી હોય ત્યારે મોરબીની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલ ઉભો થયો છે.

ભારત બાદ હવે ઈરાન પણ કરી શકે છે પાકિસ્તાન પાર સર્જીકલ સ્ટ્રાઇક

ભારત બાદ હવે ઇરાન દ્વારા પણ પાકિસ્તાનને આંતકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચેતાવણી આપી દીધી છે, કારણ કે પાકિસ્તાન આતંકવાદને ડામવામાં નિષ્ફળ સાબિત થયું છે. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ આ એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મહોમ્મદના કેમ્પમાં ભારે નુકસાન થયું હતું.

ભારત દ્વારા કરવામાં આવેલી આ એર સ્ટ્રાઇક બાદ ઇરાન દ્વારા પણ પાકિસ્તાન પર દબાવ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અલગ-અલગ ભાષણમાં કહીં ચૂક્યા છે કે પાકિસ્તાન તેમની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આઇઆરજીસી કુર્દ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સોલેમાનીએ પાકિસ્તાની સરકાર અને ત્યાંની સરકારને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી છે. આ મામલે પાકિસ્તાનને સવાલ કરતા સોલેમાની જણાવે છે કે હું પાકિસ્તાનની સરકારને સવાલ પૂછી રહ્યો છું કે તેઓ કઇ તરફ જઇ રહ્યા છે. બધા જ પાડેશી દેશની સરહદ પર તમે અશાંતિ ફેલાવી રાખી છે. હવે કોઇ એવો પાડોશી દેશ બાકી રહ્યો છે કે જ્યાં તમે અશાંતિ ફેલાવવાનું બાકી રહી ગયું હોય?

જણાવી દઇએ કે 13 ફેબ્રુઆરીના રોજ બલૂચિસ્તાન સરહદ પર થયેલા આત્મઘાતી હુમલામાં ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડના 27 જવાન શહીદ થયા હતા. આ બનાવને લઇને ઇરાનનું કહેવું છે કે ઇરાન વિરુદ્ધ લડાઇ લડવા માટે પાકિસ્તાન દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સીવાય પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપતા સોલેમાની જણાવે છે કે જો પાકિસ્તાન તેમની ધરતી પરથી આતંકવાદને ખતમ નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવું પડશે.

દિવ્યક્રાંતિનો મહા શિવરાત્રી વિશેષાંક પ્રસિદ્ધ થઇ ગયો છે

ઇ – પેપર ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર અથવા પેપર પર ક્લિક કરો

પેપર ડાઉન્લોડ કરવા પેપર પર ક્લિક કરો
પેપર ડાઉન્લોડ કરવા પેપર પર ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!