Home Blog Page 1388

જનતા કર્ફ્યુનો દિવસભરનો રિપોર્ટ

https://www.youtube.com/watch?v=cN5w5oyoUow&feature=youtu.be
Full Coverage of the Day of JANTA CURFEW ( MORBI CITY)

કોરોના સામે “જંગ” માં બધું “બંધ” : લોકો સ્વયંભૂ કર્ફ્યુમાં જોડાયા

પીએમ મોદીનું ટ્વીટ : કોરોના સામે લડાઈને સફળ બનાવવા દેશવ્યાપી અભિયાનનો હિસ્સો બનવા અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) પીએમ મોદીએ કોરોના વાયરસને સંક્રમિત થતો રોકવા માટે સામાજિક અંતર રાખવા માટે રવિવાર સવારના સાત વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ નો પ્રસ્તાવ મૂક્યો હતો જેને દેશભરમાંથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું કે, જનતા કર્ફ્યૂ શરૂ થઈ રહ્યો છે. મારી વિનંતી છે કે તમામ નાગરિક આ દેશવ્યાપી અભિયાનનો હિસ્સો બનો અને કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈને સફળ બનાવો. આપણો સંયમ અને સંકલ્પ આ મહામારીને પરાસ્ત કરીને રહીશું. તેઓએ કહ્યું કે અત્યારે લેવામાં આવેલા પગલાને આવનારા સમયમાં મદદ કરશે. ઘરમાં રહો અને સ્વસ્થ રહો

‘જનતા કર્ફ્યુ’ને લઈને અત્યાર સુધી ગુજરાતમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં મોટાભાગે લોકો બહાર જવાનું ટાળી ઘરમાં રહી ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરી રહ્યા છે. તમામ શહેરોમાં ‘જનતા કર્ફ્યુ’નો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય શહેરમાં BRTS, AMTS અને ST સેવા પણ બંધ છે. શહેરમાં મોટાભાગે દુકાનો અને લોકોની હિલાચાલ બંધ રહેતા રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે.

BIG BREAKING : રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા શહેર 25 માર્ચ સુધી સંપૂર્ણ બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-3, કોરોના વાયરસનાં પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોને 25 માર્ચ સુધી સંપુર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં એક બાદ એક કોરોના પોઝિટિવનાં કેસો સામે આવતાં સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મોરબી: કોરોનાને કંકોત્રી મોકલતા હોસ્પિટલ પાસે ગંદકીના ગંજ !!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-3, મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર જાણે બેદરકારી કરવા માટે પંકાઈ ગયું હોય તેમ ફિર વોહી રફતારની જેમ વધુ એક ગંભીર બેદરકારી ધ્યાને આવી છે.હાલ કોરોનાના કહેર વચ્ચે મોરબી સીવીલ હોસ્પિટલમાં ગંદકીથી જાહેર આરોગ્ય અસલામત તેવી સ્થિતિ જોવા મળી છે.આ હોસ્પિટલમાં ગટરની ગંદકી રેલમછેલ થઈ રહી છે.ત્યારે ખુદ હોસ્પિટલમાં જ સ્વચ્છતા ન જળવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.હાલ કોરોના વાયરસ સો કોઈને ધ્રુજાવી રહ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે જાહેર સ્થળોએ ખાસ સ્વચ્છતા રાખવાની સરકારે કડક સૂચના આપી છે.ખાસ કરીને હોસ્પિટલોમા તો સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે.સરકારે અના માટે પણ ગાઈડ લાઈન સાથે કડક આદેશો જારી કર્યા છે.પણ મોરબીની સિવિલ હોસ્પિટલ તંત્ર જાણે કે હમ નહિ સુધરેંગેની કસમ ખાધી હોય તેમ કોરનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સ્વચ્છતા મામલે ભારે બેદરકારી દાખવી રહ્યું છે.જેમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની પાસે જ ગટરના ગંદા પાણી નદીના વહેણની માફક વહી રહ્યા છે.ગટરની ગંદકી હોસ્પિટલમાં ફેલાઈ રહી છે. કોરોનાના કહેર વચ્ચે જ સ્વચ્છતાના નિયમોનું ઉલઘ્ઘન કરીને હોસ્પિટલ તંત્રની આ જોખમી બેદરકારીથી દર્દીઓ આરોગ્ય ઉપર મોટું જોખમ સર્જાયું છે.ત્યારે સવાલ એ છે કે હોસ્પિટલ તંત્રને આ ગંભીર બેદરકારીનું કોણ ભાન કરાવશે.

PM નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુના આહવાન બાદ આજથી જ સરધારના લોકોએ કર્ફ્યુ લાગુ કરી દીધો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-3, પ્રધાનમંત્રીના જનતા કર્ફ્યુના આહવાન બાદ આજથી જ સરધારની સહિત અનેક વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પડ્યો હોય તેમ તમામ મુખ્ય માર્ગો, બજારો બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે ભારતભરમાંથી લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ જનતા કર્ફ્યુમાં સ્વૈચ્છિક રીતે જોડાશે, કોઈ મહામારીના કારણે સમગ્ર દેશની જનતા સ્વયંભૂ કર્ફ્યુમાં જોડાય તે ઇતિહાસમાં શાયદ પહેલી વાર બનશે। (તસ્વીર: વિપુલ એમ. પ્રજાપતિ)

LATEST NEWS

error: Content is protected !!