Home Blog Page 1387

મોરબી: શૂરવીર મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ ઉજવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી શહેરમાં રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજ અને રાજપુત યુવા સંઘ મોરબી દ્વારા આવતી કાલે 9-5-19 ના રોજ શૂરવીર મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતિની ઉજવણી કરવાનું આયોજન કરેલ છે. કાલે સવારે 9-45 વાગ્યે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસેના મહારાણા સર્કલ.ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરાશે. મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતીની ઉજવણીમાં દરેક ક્ષત્રિય સમાજના લોકોને સહભાગી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.………………………… Advertisements ………………………………..મોરબી: પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી

મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા : ભવ્ય શોભાયાત્રા નીકળી

દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબીમાં પરશુરામ દાદાની જન્મજયતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ દાદાની જન્મજયતિ નિમિતે ભૂદેવો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ જોડાઈને પોતાના આરાધ્ય દેવના જન્મોત્સવને હર્ષભેર મનાવ્યો હતો.

………………………… Advertisements ………………………………..

અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, થશે ખૂબ જ ફાયદો

સોના પ્રત્યે ભારતીયોનો મોહ કોઈનાથી છુપાયેલો નથી. આ કિંમતી ધાતુ ખરીદવા માટે આખા વર્ષમાં જે પવિત્ર અવસરની આપણે રાહ જોઈએ છે, તે આવી ચુક્યો છે. આ ખાસ તિથિ પર સોનાના વિક્રમી વેચાણ માટે અનેક સ્કીમો સાથો સોનાના વેપારીઓ પણ તૈયાર છે.

મંગળવારે અખાત્રીજ છે. આ અખાત્રીજ પર ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. સ્થિર યોગ તેને ખાસ બનાવે છે. 16 વર્ષ બાદ આ સ્થિતિ આવી છે. જેના કારણે આ વખતે ખૂબ જ ફાયદો થશે.

સોનું ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત
અખાત્રીજને સોનું ખરીદવા માટે વણજોયું મુહૂર્ત છે. લોકો ઘરમાં બરકત રહે એટલા માટે આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને તેની પૂજા કરે છે. આ દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે, અને એટલે જ આ દિવસે લગ્ન પણ કરવામાં આવે છે.

ભાગ્યની વૃદ્ધિનું સૂચક
અક્ષય તૃતિયાને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. વૈદિક ગ્રંથ અને પુરાણો અનુસાર ત્રેતા યુગનો આરંભ અખાત્રીજના દિવસથી જ થયો હતો. લોકોને એવો પણ વિશ્વાસ છે કે આ દિવસે ખરીદવામાં આવેલા સોના પર પાર ગ્રહની દ્રષ્ટિ નથી પડતી.

16 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ
આ વખતે અખાત્રીજના દિવસે 16 વર્ષ પછી સૂર્ય, શુક્ર, રાહુ અને ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને સાથ આ જ દિવસે ભગવાન પરશુરામનો અવતાર દિવસ અને ત્રેતા યુગની શરૂઆતનો પણ દિવસનો પણ સંયોગ બની રહ્યો છે. છેલ્લે આવો સંયોગ વર્ષ 2003માં બન્યો હતો. જેથી આ અખાત્રીજ ખાસ છે.
…………………………………………………… Advertisements ……………………………………………મોદી સરકારની મસૂદ અઝહર પર કૂટનીતિક સ્ટ્રાઈક : અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવાયો

જૈશ-એ-મોહમ્મદના સરગણા મસૂદ અઝહરને આખરે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે મળેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં રહેલા ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, તમામ દેશો સાથે મળીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ ચીને પોતાના નરમ વલણના સંકેત આપતા જણાવ્યું હતું કે, તેઓ આ વખતે મસૂદ અંગે હકારાત્મક વલણ દાખવશે. તેઓ આ વખતે આ પ્રક્રિયામાં નડતરરૃપ નહીં બને તેવા પણ સંકેત આપ્યા હતા. આ જ મુદ્દે ચીને માર્ચ 2016થી અત્યાર સુધીમાં ચાર વખત ભારતના પ્રયાસોને ટેક્નિકલ કારણો આપીને નિષ્ફળ બનાવ્યા હતા. આતંકના આકા પાકિસ્તાનને ખુશ કરવા માટે ચીન દ્વારા દર વખતે વિટો વાપરીને ભારતને પછડાટ આપવામાં આવતી હતી.

મસૂદ અત્યારે પણ પાકિસ્તાનની રહેમ નજર હેઠળ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈક બાદ મસૂદ અઝહરને પાકિસ્તાન સતત બચાવી રહ્યો છે. તેણે પહેલાં બહાવલપુરમાં મસૂદને નજરકેદ રાખ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની વકીએ તેને ઈસ્લામાબાદમાં જ કોઈ સુરક્ષીત જગ્યાએ સંતાડી દીધો છે. પાકિસ્તાને મસૂદને રહેમ નજર રાખીને સુરક્ષીત સાચવી રાખ્યો છે.

ચીને પાકિસ્તાનને પહેલેથી જ સંકેત આપી દીધો હતો

મહત્ત્વની વાત એ છે કે, ચીને બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો જે નિર્ણય જાહેર કર્યો તેના સંકેત તેણે પહેલાં જ પાકિસ્તાનને આપી દીધા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન હાલમાં ચીનના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પણ થઈ હતી. આ મુલાકાત દરમિયાન ચીને મસૂદ અઝહર અંગેના તેમના વલણની જાણકારી ઈમરાનને આપી દીધી હતી. પુલવામા હુમલા બાદ ચીન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું હતું અને તેથી જ તેણે પોતાની આડોડાઈ છોડવી પડી હતી.

રાજકોટની સોની બજારમાં મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો

ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા RMC ની નોટિસ બાદ પણ બાંધકામ દૂર કરવાને બદલે વધુ ગેરકાયદે બાંધકામ કરાયું

(હિતેનભાઈ દ્વારા) રાજકોટ શહેરમાં સોની બજાર(જૂની ગધીવાડ) ખાતે મનુભાઇ ભીંડી નામના શખ્શે રેસિડેન્સીઅલ પ્લાન મંજુર કરાવી તેનો રહેણાંકને બદલે ગેરકાયદેસર રીતે વ્યાપારિક ઉપયોગ માટે દુકાનો બનાવી પાર્કિંગ ની જગ્યા પર પણ ગેરકાયદેસર ચણતર કરી નિયમોની ખુલ્લેઆમ ધજ્જિયા ઉડાવતા આસપાસના લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાર્કિંગની જગ્યા પેક કરી તેમાં દુકાનો ખડકી દેવાતા આજુબાજુના લોકોને જોખમરૂપ થાય તેમ પોતાની જગ્યામાં ગેરકાયદેસર ચણતર કરેલ છે. પાર્કિંગની જગ્યા પેક કરી દેવાથી આડોશ પાડોશના લોકોને ટ્રાફિક સમસ્યામાં ભયંકર નડતરરૂપ થાય છે.

આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જાગૃત નાગરિક હિતેનભાઈએ જાહેર હિતની અરજી કરેલ હતી. જેના જવાબી કાર્યવાહીમાં RMC દ્વારા ઉપરોક્ત ગેરકાયદે બાંધકામ કરનાર મનુભાઈને 4 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ વર્ષ 2016 માં અપાઈ ગયી હોવા છતાં આજ દિવસ સુધી ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરેલ નથી ઉલ્ટાનું વધુ બાંધકામ કરાય રહ્યું હોવાનું જણાતાં RMC ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ દ્વારા ભ્રસ્ટાચાર થયો હોવાની બદબુ આવી છે. ત્યારે આ પ્રકરણ વધુ જોર પકડતું જાય છે. જો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામ દૂર નહિ કરાય તો આસપાસના લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

LATEST NEWS

error: Content is protected !!