Home Blog Page 1386

સુરત ખાતે 250 બેડની રાજ્યની પ્રથમ કોવિડ 19 હૉસ્પિટલ તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-3 સુરતમાં કોરોના સામે લડવા માટે ખાસ હૉસ્પિટલ (Covid Hospital in Surat)તૈયાર કરવામાં આવી છે. સુરતમાં સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. આ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ (Corona Patient Treatent)ને સારવાર આપી શકાય તે માટે તંત્રએ તેને કોરોના માટેની ખાસ હૉસ્પિટલ બનાવી દીધી છે. આવતીકાલ ગુરુવારથી આ હૉસ્પિટલ કાર્યરત થઈ જશે.

નોંધનીય છે કે જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સારવાર માટે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ખાસ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી.   સુરતમાં સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. જેમાં થોડું જ કામ બાકી હતું. આરોગ્ય મંત્રીએ આ હૉસ્પિટલને જ કોરોનાની હૉસ્પિટલ બનાવી દેવા તેમજ 100 બેડની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે આ હૉસ્પિટલ ખાતે 100 નહીં પરંતુ 250 બેડની ICU હૉસ્પિટલ બનાવવામાં આવી છે.   આજે ગુજરાતના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જાતે જ હૉસ્પિટલની મુલાકાત લઈને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુવારથી આ હૉસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ હૉસ્પિટલને ગુજરાતની પ્રથમ કોરોના માટેની હૉસ્પિટલ કહી શકાય.   આ હોસ્પિટલ દરેક સુવિધા સાથે અત્યાધુનિક બને તે માટે અધિકારીઓ અને તંત્રએ ખૂબ મહેનત કરી હતી. સુરતમાં માત્ર બે જ દિવસમાં હૉસ્પિટલ તૈયાર કરીને તંત્રએ એક દાખલ બેસાડ્યો છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70

લોકડાઉન : એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની ચાલી રહી છે તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-3, કોરોના વાયરસ (Coronavirus)ના ખતરાને જોતાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશમાં લૉકડાઉન (Lock Down)ની જાહેરાત કરી છે. આ દરમિયાન જરૂરી અને ખાવાનો સામાનના સપ્લાય ચાલુ રહે, કોઈને પણ કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેના માટે ગૃહ મંત્રાલય (Home Ministry) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી અને ડીજીપીને એક પત્ર લખ્યો છે. સામાનનો સપ્લાય ચાલુ રહે તેના માટે તાત્કાલિક એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વાત કહેવામાં આવી છે. તેનાથી કોઈ પણ નાગરિકને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ઘરે બેઠા ફોન કરી શકે છે.   ગૃહ મંત્રાલય તરફથી જાહેર પત્રનું માનીએ તો તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ વહેલી તકે એક હેલ્પલાઇન નંબર જાહેર કરે, જેથી જરૂરિયાતવાળા લોકો ફોન પર તેની જાણકારી આપી શકે. લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે અને લોકો પોતાના ઘરોમાં જ રહે, તેના માટે તેમની મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે. બજાર અને દુકાનો પર ભીડ ન એકત્ર થાય તે માટે ઘરના દરવાજા સુધી સામાન પહોંચાડવાની સુવિધા આપવામાં આવે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70

એપ્રિલમાં લેવાનાર GPSC ની પરીક્ષા પણ રદ્દ : લોકડાઉન બાદ નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-3, પીએમ મોદીએ કોરોના વાયરસને પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જે બાદ ગુજરાતમાં લોકોએ કરિયાણું લેવા માટે પડાપડી કરી મૂકી છે. તો સાથે જ ગુજરાતમાં અગાઉથી જ લોકડાઉન જાહેર કરાયેલું છે. તેવામાં હવે 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ત્યારે જીપીએસસી દ્વારા પણ પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.   ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કિસ્સાઓ વધી રહ્યા છે. આજે કોરોના વાયરસના 35 પોઝિટિવ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વધતાં જતાં કોરોનો પોઝિટિવ કિસ્સાઓને જોતાં આગામી સમયમાં લેવાનારા જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 29-3-2020 અને 12-4-2020 ના રોજ લેવાનારી પ્રીલીમ પરીક્ષા મોકુફ રખાઈ છે.   ગુજરાતમાં સાંજે રાજકોટમાંથી બે વ્યક્તિઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તે અગાઉ સવારે કુલ 33 કોરોના પોઝિટિવ કેસ હતા. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા પણ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને તમામ શાળાઓને પણ બંધ રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70

21 દિવસનું લોકડાઉન જાહેર કરતા જ લોકોએ કરિયાણું લેવા પડાપડી કરી : બિન જરૂરી પડાપડી ન કરવા CM રૂપાણીની અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, આજે રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન મોદીએ કોરોના વાયરસને અટકાવવા માટે 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીની જાહેરાત બાદ જ ગુજરાતનાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં લોકોએ કરિયાણું અને અન્ય વસ્તુઓ લેવા માટે પડાપડી કરી દીધી હતી. દિવ્યક્રાંતિ મીડિયા તમામને ઘરે રહેવા માટે અપીલ કરે છે. જીવન જરૂરિયાત વસ્તુઓની ગુજરાતમાં કોઈ અછત નહીં સર્જાય. જો કે સીએમ રૂપાણીએ ગુજરાતની જનતાને અપીલ કરી છે કે, બિનજરૂરી પડાપડી ન કરતાં.   ગુજરાતમાં ભયના મારે લોકોએ પડાપડી કરી દેતાં નાયબ મુખ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે. નીતિન પટેલે લોકોને પડાપડી ન કરવા માટે વિનંતી કરી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળશે તેવું આશ્વાસન પણ નીતિન પટેલે આપ્યું હતું. તમામ ખાદ્યવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગરીબો માટે બનતું બધું કરીશું. ગુજરાતમાં કોઈપણ જાતની તંગી નથી તેવું પણ નીતિન પટેલે કહ્યું હતું.

ઘરે રહો, સુરક્ષિત રહો, અને બીજાને પણ સુરક્ષિત રાખો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70

આજ રાત્રે 12 વાગ્યે સમગ્ર ભારતવર્ષમાં 21 દિવસ સુધી લોક ડાઉન : મોદી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 21 દિવસ માટે હશે. આ જનતા કર્ફ્યૂથી આગળનું પગલું છે. આ સંપૂર્ણ લોકડાઉન એક પ્રકારની કર્ફ્યૂ જ છે. આ પગલું દરેક હિન્દુસ્તાનીને બચાવવા માટે ભરવામાં આવી રહ્યું છે.   પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આ 21 દિવસ તમે નહીં રહો તો દેશ 21 વર્ષ પાછળ ચાલી જશે. બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું.  તેમાં લખ્યું છે. કો- કોઈ, રો- રોડ પર, ના – નહીં.   પીએમ મોદીએ કહ્યું હતું કે હું હાથ જોડીને કહી રહ્યો છું કે જે ભારતીય જ્યાં છે ત્યાં જ રહે. કોરોના વાયરસથી નિપટવાનો સૌથી મોટો ઉપાય એ દેશોમાંથી શીખ્યા છીએ. જેમણે નિપટવા માટે મહત્વના પગલાં ભર્યા છે.પીએમ મોદીએ કહ્યું હતું કે 24 કલાક કામ કરી રહેલા મીડિયા, ડોક્ટરો, પોલીસકર્મી અને જરુરી સેવાઓ આપી રહેલા લોકો વિશે વિચારો. જે ઘર પરિવારથી દૂર જીવ જોખમમાં મુકીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમના માટે પ્રાર્થના કરો.   પીએમે કહ્યું હતું કે જરુરી વસ્તુઓની સપ્લાય બની રહે તે માટે ઉપાય કરવામાં આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. . આ સમય ગરીબો માટે સંકટનો સમય છે. તેમની મદદ માટે બધા લોકો સાથે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રુપિયાની જાહેરાત કરી છે. આનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી નિપટવા માટે બધા સંશાધન ઉપલબ્ધ કરાવાશે. બધી સેવા અને સુવિધા વધારાશે. બધી રાજ્યો સરકારોને મેં વિનંતી કરે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા સ્વાસ્થ્ય સેવા જ રહે.

ઘરમાં રહો સુરક્ષિત રહો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-01 DIVYAKRANTI NEWS B58

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70

LATEST NEWS

error: Content is protected !!