બે હાજર થી વધુ લોકો સ્વયંભૂ આ કેન્ડલ માર્ચમાં જોડાયા
(દિવ્યક્રાંતિ ન્યુઝ,) તા. 15-2, ગઈ કાલે પુલવામાં સેક્ટર માં થયેલા આતંકી હુમલામાં દેશના 40 થી વધુ જવાનો શહિદ થયલે હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે. ત્યારે મોરબીમાં આજે સાંજે 7 વાગ્યે મોરબી શહેરમાં 2 હજરથી વધુ લોકો સ્વયંભૂ જોડાઈને વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વીર જવાન અમર રહે ના નારા લગાવ્યા હતા.
સાથે આક્રોશ સાથે પાકિસ્તાન મુર્દાબાદ ના પણ નારા લગાવી દુશ્મન દેશ વિરોધ આક્રોશ ઠાલવ્યા હતો.
દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર શહિદ થયેલા વીર જવાનોના પરિવાર પર આવેલી દુઃખ ની ઘડીમા તેઓની સાથે છે. સાથે વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
સમગ્ર દેશને સરકાર પર અને સેના પર ભરોસો છે. તેવોની સાથે છે. પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને મુંહતોડ જવાબ જરૂર અપાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે.
તેમજ મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડિયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ ખટાણા, નિવૃત પોલીસ અધિક્ષક વી.આર ટોળીયા, વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ઘેંટા વિકાસ ઉન નિગમના ચેરમેન ભવાનભાઈ ભરવાડ, નાગલધામ ગ્રુપ ના પ્રમુખ નવઘણભાઈ મુંધવા, વાંકાનેર સીટી પી.આઈ. એમ.વી. ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન આપશે
આ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા શ્રી વાંકાનેર તાલુકા ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા હાલ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે ભરવાડ સમાજના પ્રમુખ હીરાભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે ગુજરાતના એટમાત્ર ભરવાડ સમાજના ધર્મ ગુરુ શ્રીને ૧૦૦૮ મહામંડલેશ્વર બનાવતાં ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ તેમજ વાંકાનેર ભરવાડ સમાજ દ્વારા પૂજ્ય ઘનશ્યામગીરીબાપુનો સન્માન કાર્યક્રમ પણ સાથે જ યોજવામાં આવ્યો છે.
મોરબી: યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવાયો વેલેન્ટાઇન ડે
(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા. 14, આજે વેલેન્ટાઇન ડેની ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની માફક ઉજવણી કરવાનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમનું આયોજન કરીને પ્રાથમિક સ્કૂલના બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. અને પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને લક્ઝુરિયસ કારમાં બેસાડીને શહેરભરની સફર કરાવવામાં આવી હતી.જેમાં ઘણા બાળકો પ્રથમ વખત જ લક્ઝુરિયસ કારમાં બેઠા હોવાથી આ બાળકોનો હૈયા પુલકિત થઈ ગયા હતા અને કારમાં બેસીને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. બાદમાં આ બાળકોને મનભાવતું ભોજન પણ કરવાયું હતું. આમ વિદેશી તહેવારને આપણી સંસ્કૃતિ મુજબ ઉજવવા યંગ ઈન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેનભાઈ રબારી અને સમગ્ર ગ્રુપે અનોખુ ઉદાહરણ આપ્યું છે.
મોરબીના 4 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેંટમાં ભાગ લેશે
(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા.13-2, એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જૂન ૨૦૧૮થી કેપ એકેડમી નામની ક્રિકેટ કોચિંગ માટેની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવીને કેપની ટીમે નેશનલ લેવલની આઇસીએ ટી ૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમને ફાળે કુલ ચાર લીગ મેચ રમવા આવ્યા હતા. ચાર મેચમાંથી ૨ મેચમાં જીત તથા એક મેચ ટાઇ થતા મોરબીની કેપ ટિમ ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં વિરુદ્ધ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૨૧ રન બનાવીને કેપની ટીમને ૧૨૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટ ૧૭ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને મોરબી કેપની ટીમે પૂરો કરતા તેનો ભવ્ય વિજય થયો હતો.
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મોરબી કેપ ટીમના ૪ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે પસંદગી પામ્યા છે. જેમાં ટીમના કેપ્ટન યશ દેસાઈ, અંકિત મારવાણિયા, ઉત્તમ કાગથરા અને દર્શન જીવાણીનો સમાવેશ થાય છે. તેઓ હવે પછી રમાનારી આઈ સી એ ઇન્ટરનેશનલ ટી ૨૦માં ભારતની ટીમનો હિસ્સો બનશે. આ ટુર્નામેન્ટમાં દુબઇ, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની ટિમો ભાગ લઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય ટીમમાં મોરબી કેપ એકેડમીની ટીમના ચાર યુવા ખેલાડીઓની પસંદગી થતા ઠેર ઠેરથી તેમના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સંસ્થાના પ્રમુખ કલોલા સાહેબે તેમજ પ્રિન્સિપાલ ભાવેશભાઈ ચાડમિયાએ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં પણ આવી જ રીતે સફળતાનાં શિખર સર કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબીમાં આજે ધોળા દિવસે ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમા બે અજાણ્યા શખ્સોએ બાઇક પર ધસી આવીને ગૌ રક્ષકની કાર પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ બનાવને પગલે ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ આદરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી નજીક નિરાધાર ગૌ શાળા પાસે ગૌરક્ષક દિનેશભાઇ લોરીયા પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ બાઇક ઉપર ધસી આવી કાર પર અચાનક જ ત્રણ રાઉન્ડ ફાયર કરીને નાશી છૂટયા હતા.
ગોળીના અવાજથી આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાના પગલે લોકોના પણ ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. કાર પર ફાયર કરાયેલી એક ગોળી કાચ પર તેમજ બીજી ગોળી સીટમા વાગી હતી. સદનસીબે આ ઘટનામાં ગૌરક્ષક દિનેશભાઇ લોરીયાનો આબાદ બચાવ થયો હતો
ધોળે દિવસે થયેલી આ ફાયરિંગની ઘટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી, બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે ૧૫ થી ૨૦ દિવસ પૂર્વે ગઈ રક્ષક દિનેશભાઇ લોરીયાએ પોતાના જીવ પર જોખમ હોવાની અરજી બી ડિવિઝનને આપી હતી. આ અરજી બાદ તેમના પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફાયરિંગ મામલે એફએસએલની મદદ પણ લેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા