ગાળા ગામમાં “ગાવ ચલા” અભિયાન કાર્યક્રમ યોજાયેલ જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગાળા ગામના કોંગ્રેસના તાલુકા મંત્રી હિતેશભાઈ કાચરોલા અને તેની ટીમને ભાજપનો ખેસ પહેરાવીને ગામ સમરસ કરી આપેલ છે.

જેમાં પૂર્વ મોરબી જિલ્લા મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, જિલ્લા યુવા પ્રમુખ સાગરભાઇ સદાતીયા, કિસાન મોરચા મહામંત્રી કેતનભાઇ બોપલિયા, મોરબી શહેર યુવા પ્રમુખ જયદીપભાઇ કંડિયા, અનિલભાઈ વરમોરા વિપુલભાઈ ચક્રવતી,

તાલુકા સભ્યો બાબુભાઈ દલસાણીયા, દીપકભાઈ અંદરપા, જિલ્લા એસએમ ઇન્ચાર્જ ભાવેશ વરસડા, યુવા મંત્રી મનસુખભાઈ, સરપંચ ભગવાનજીભાઇ કાચરોલા તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
































