કલ્ચરલ સ્ટ્રેટેજી ફર્મ ફોક ફીક્વન્સીના રિપોર્ટ મા સામે આવ્યું છે કે, ભારતમાં મોટું સામાજિક-આર્થિક પરિવર્તન થઈ રહ્યું છે અને 2030 સુધીમાં 50 ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે.

ગ્રામીણ અને ટિયર-ટૂ વિસ્તારોમાં શિક્ષણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે આ શક્ય બનશે.

કેયુઅલ ડાઇનિંગમાં પંચાવન ટકા અને ફાઈન ડાઈનિંગમાં 49 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે એ દર્શાવે છે કે મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થવાથી લોકો હવે વધારે ખર્ચ કરી રહ્યા છે.

આ પરિવર્તનમાં શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે.નવી શિક્ષણનીતિ વધુ ને વધુ ભારતીયોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ ઇમર્જિંગ મિડલ ક્લાસનાં બાળકો વધારે શિક્ષણ મેળવી રહ્યાં છે અને સારા પગારે નોકરી કરી રહ્યાં છે.

મહિલાઓ પણ આર્થિક શક્તિ તરીકે ઊભરી રહી છે. ભારતમાં મેડિકલ સ્ટુડન્ટ્સમાં અડધોઅડધ મહિલાઓ છે.

આશરે 14 ટકા બિઝનેસ મહિલાઓ દ્વારા સંચાલિત છે.મહિલાઓને કારણે જ લક્ઝરી સિંગલ મોલ્ટના વેચાણમાં 64 ટકાનો વધારો થયો છે. આને પગલે હવે મહિલાઓ માટે તૈયાર થતાં ઉત્પાદનોની જરૂરિયાત પર ભાર મુકાયો છે.




























