Sunday, April 20, 2025
HomeFeatureએઆઈ યુદ્ધ વધુ વધવાની તૈયારીમાં છે !

એઆઈ યુદ્ધ વધુ વધવાની તૈયારીમાં છે !

મેટાએ ચેટજીપીટી અને જેમિની સામે લોન્ચ કરી લામા 4

મેટાએ તેની નવી એઆઈ સિરીઝ લામા 4 લોન્ચ કરી છે, જે ઓપનએઆઈની જીપીટી અને ગૂગલ જેમિની જેવાં ચેટબોટ્સને સીધો પડકાર આપે છે.

આ વખતે કંપનીએ બે નવા મોડલ લામા 4 સ્કાઉટ અને લામા 4 મેવરિક લોન્ચ કર્યા છે, જ્યારે એક સુપર પાવરફૂલ મોડલ લામા 4 બેહેમોથ પર કામ ચાલી રહ્યું છે.

મેટા દાવો કરે છે કે, તેમનું પ્રદર્શન વર્તમાન ટોચનાં એઆઇ મોડેલો કરતાં વધુ સારું છે, ખાસ કરીને તાર્કિક તર્ક અને કોડિંગ કાર્યોમાં. આ ઉપરાંત આ મોડલ્સને મેટા એઆઇ ચેટબોટમાં પણ ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યાં છે,

જેનો ઉપયોગ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવાં પ્લેટફોર્મ પર કરવામાં આવશે. મેટાની સાથે માર્ક ઝુકરબર્ગે પોતે પણ પોતાનાં લેટેસ્ટ લેંગ્વેજ મોડલ્સ (એલએલએમ) વિશેની માહિતી લોકો સાથે શેર કરી હતી. તેમાં બે મુખ્ય વર્જન સમાવેશ થાય છે,

જેમાંથી પ્રથમ લામા 4 સ્કાઉટ છે. તે એક લાઇટવેઇટ મોડેલ છે જે એક જ એનવીડિયા એચ 100 જીપીયુ પર ચલાવી શકાય છે. તેમાં 10 મિલિયન ટોકનની કોન્ટેવસ્ટ વિન્ડો છે અને તેનો હેતુ ઓછા સંસાધનો સાથે હાઈકવોલીટી આઉટપુટ પ્રદાન કરવાનો છે.

પરફોર્મન્સની દ્રષ્ટિએ તે મિસ્ટ્રલ 3.1 અને ગૂગલ જેમીની 3 જેવા લાઇટવેઇટ મોડલ્સ કરતાં વધુ સારું છે. બીજું છે લામા 4 મેવરિક, એક ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતું મોડેલ, જે જીપીટી – 40 અને ડીપ સીક – વી3 જેવાં અદ્યતન મોડેલોની સમકક્ષ અથવા તેના કરતાં વધુ સારા હોવાનો દાવો કરે છે.

ખાસ કરીને કોડિંગ અને તાર્કિક કાર્યોમાં તેનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી હોવાનું કહેવાય છે. મેટા લામા 4 બેહેમોથ નામના ત્રીજા સુપરમોડેલ પર પણ કામ કરી રહી છે. તેમાં 2 ટ્રિલિયન પરિમાણો હશે અને 28એસબી સક્રિય પરિમાણો સાથે, તે અત્યાર સુધીનું સૌથી મોટું મેટા મોડેલ બની શકે છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે જીપીટી – 4.5 અને ક્લાઉડ 3 સોનેટ જેવા મોડેલોને પણ પાછળ છોડી શકે છે. આ વખતે મેટાએ આ મોડેલોમાં નિષ્ણાતોના મિશ્રણ (એમઓઇ) આર્કિટેક્ચરનો ઉપયોગ કર્યો છે. આનો ફાયદો એ છે કે તમામ પરિમાણો એક સાથે સક્રિય નથી હોતા, જે ઝડપી ગતિ અને વધુ સારી કાર્યક્ષમતા આપે છે.

મેટાએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેનાં એઆઇ મોડલ્સને હવે મેટા એઆઇ દ્વારા વોટ્સએપ મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વેબ જેવા પ્લેટફોર્મમાં સંકલિત કરવામાં આવી રહ્યાં છે.

આ વપરાશકર્તાઓને પહેલાં કરતાં વધુ સ્માર્ટ અને ઇન્ટરેક્ટિવ ચેટબોટ અનુભવ આપશે.જો કે, મેટાના આ મોડેલને સંપૂર્ણપણે ઓપન સોર્સ કહી શકાય નહીં, કારણ કે વ્યાવસાયિક ઉપયોગ માટે તેનાં લાઇસન્સિંગમાં કેટલીક મર્યાદાઓ છે.

ઓપન સોર્સ ઇનિશિયેટિવ જેવી સંસ્થાઓએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. કંપની 29 એપ્રિલે લામા કોન કોન્ફરન્સમાં આ તમામ ઘોષણાઓની વિગતો શેર કરવાની યોજના ધરાવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!