મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે. હોટલ ખાતે ગઇકાલે સોનીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેમેરાના સ્પેશિયાલિસ્ટ સુધાકરસિંહ અલ્ફા તથા સોની ઇનફ્લુએસર રાજા અવસ્થી ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મોરબી ફોટોગ્રાફરર્સ એસો.ના પ્રમુખ મેહુલભાઈ પટેલેએ જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને કેમેરા અપડેટ તથા કેમેરા લોન્ચિંગ અંગેની ફોટોગ્રાફરર્સને પુરતી માહિતી મળી રહે તે હેતુંથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોરબી ફોટોગ્રાફરર્સ એસો. તથા મોરબીના ફોટોગ્રાફરર્સ ઉપસ્થિત રહ્યા હતા

































