મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વરોજગાર લોન સહાય ઘટક હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના લોકો માટે નાના પાયે ધંધો – રોજગાર શરુ કરવા માટે રૂ. ૨ લાખ સુધીની બેંક મારફત લોન સહાય આપવામાં આવે છે

આ યોજનામાં રૂ.૨ લાખની લોન પર ૭% વ્યાજ પર સરકારશ્રી દ્વારા સબસીડી આપવામાં આવે છે મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૧ ના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા આગરીયા સલીમભાઈ જીવાભાઈ દ્વારા યુ.સી.ડી. શાખામાં પેસેન્જર રિક્ષા માટેની અરજી

કરેલ જે અરજી બેંક ઓફ બરોડા, કેપિટલ માર્કેટ બ્રાંચ દ્વારા મંજુર કરી તેઓને રૂ.૨ લાખની લોન સહાય મળેલ જે લોન મળતા તેઓની આજીવિકા અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવેલ લોન મળ્યા બદલ આ અંગે તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

































