Sunday, April 20, 2025
HomeFeatureમોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી: સામુહિક આયંબિલ ઓળી યોજાઇ

મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી: સામુહિક આયંબિલ ઓળી યોજાઇ

મોરબી ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજીત સામૂહિક આયંબિલ ઓળીમાં ચારેય ફીરકાના જૈન ભાઇઓ તથા બહેનો તેમજ બાળકો, યુવાનો ખુબ જ મોટી સંખ્યામાં દરરોજ 430 થી 490 સુધીની સંખ્યામાં સુખ શાતા પૂર્વક આયંબિલ કરી રહ્યા છે.

ગઇકાલે મોરબીમાં મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને હાલમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજીત સામૂહિક આયંબિલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આગેવાનોએ જણાવ્યુ હતું કે, કરવું… કરાવવુ…. કે અનુમોદના કરવીએ ત્રણેયનું ફળ સરખું…એટલે કે આપણે તપ નથી કરી શકતા તો આપણે એ તપની અનુમોદના કરી અને પુણ્યનું ઉપાર્જન કરી શકીએ એ માટે સળંગ 9 દિવસ ઓળીના તપસ્વીઓના પારણાના દિવસે બહુમાન કરવામા આવશે.

તપસ્વીના પારણા તા. 13/ 4 /2025 ને રવિવારના રોજ દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી મોરબીમાંમાં કરાવવામાં આવશે. સમસ્ત જૈન સમાજના આ કાર્યક્રમમાં દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ,  યુવક મંડળ તથા મહિલા મંડળના તેમજ વિવિધ જૈન ગ્રુપના સભ્યો તેમજ સ્વયંમ સેવકો યુવક યુવતીઓ ખુબજ ઉત્સાહ પૂર્વક સારી સેવા આપી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!